અરવલ્લીમાં સ્થાનિકોએ પકડેલી દારૂ ભરેલી કાર મામલે મોટો ખુલાસો, BJPના જ જિલ્લા પ્રમુખની સંડોવણી સામે આવી
અરવલ્લી: વિધાનસભાની બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા દારૂ ભરેલી સ્કોર્પિયો પકડાવવા મામલો સામે આવ્યો હતો. ભાજપના જિલ્લા સંગઠન પ્રમુખની સંડોવણી બહાર આવી છે. ત્યારે…
ADVERTISEMENT
અરવલ્લી: વિધાનસભાની બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા દારૂ ભરેલી સ્કોર્પિયો પકડાવવા મામલો સામે આવ્યો હતો. ભાજપના જિલ્લા સંગઠન પ્રમુખની સંડોવણી બહાર આવી છે. ત્યારે Gujarat Takના અહેવાલ બાદ ભાજપના જિલ્લા પ્રમુખ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં મતદારો સુધી દારૂ પહોંચાડવાના તરકટનો સ્થાનિકોએ જ પર્દાફાશ કર્યો હતો. જેમાં ભાજપના નેતા દારૂ ભરેલી કારને પાયલોટીંગ કરીને લોકોને કારથી દૂર રહેવા કહી રહ્યા હતા, પરંતુ મામલે બિચકતા કાર છોડીને તેઓ ભાગી ગયા હોય તેવા વીડિયો સામે આવ્યા હતા.
આખી સ્કોર્પિયો ભરીને લઈ જવાતો દારૂ સ્થાનિકોએ પકડ્યો હતો
અરવલ્લીમાં 4 ડિસેમ્બરે દારૂ ભરેલી કાર પકડાયાનો વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં ભાજપની ટોપી પહેરેલા જિલ્લા પ્રમુખ રાજુ પટેલ પણ હતા, જેઓ કારને અટકાવી રહેલા લોકોને ત્યાંથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેનો અહેવાલ Gujarat Takમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ મામલે LCBની તપાસમાં જિલ્લા પ્રમુખનું નામ સામે આવ્યું હતું. ત્યારે આખરે પોલીસે જિલ્લા પ્રમુખ રાજુ પટેલ સામે ફરિયાદ નોંધી છે.
ભાજપ નેતાનું દારુની કારને પાયલોટિંગ કરતા હોવાના ગંભીર આરોપો
ઉલ્લેખનીય છે કે ચૂંટણીને લઈને ગુજરાતની તમા બોર્ડર પર પોલીસ અને તંત્રની ચાંપતી નજર રાખી રહી હતી. છતાં અરવલ્લીમાં આખી કાર ભરીને દારૂ ઝડપાયો હતો. આ દારુ ભરેલી કારને જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ પાયલોટિંગ આપતા હોવાનો આરોપ અહીંના લોકોએ લગાવ્યા હતા. કારમાં સવાર કેટલાક નામી વ્યક્તિઓ પણ ફરાર થઈ ગયા હતા. બાબતની ભારે ચકચાર મચી જતા માલપુર પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. દારુ ભાજપનો હોવાના અને મતદારોને આપવા લાવ્યા હોવાના ગંભીર આરોપો લાગ્યો હતો.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હિતેશ સુતરિયા)
ADVERTISEMENT
ADVERTISEMENT