કુતિયાણાના કુરુક્ષેત્રમાં જાણો કોનો દબદબો, આ સીટનું સમીકરણ અને ઇતિહાસ છે રોચક
અમદાવાદ: કુતિયાણાના ઈતિહાસની વાત કરીએ તો સૌથી પહેલાં તમારે એની સાથે જોડાયેલાં એક નામની વાત કરવી જ પડે. એ નામ છે, સંતોક બેન સરમણ મૂંજા…
ADVERTISEMENT
અમદાવાદ: કુતિયાણાના ઈતિહાસની વાત કરીએ તો સૌથી પહેલાં તમારે એની સાથે જોડાયેલાં એક નામની વાત કરવી જ પડે. એ નામ છે, સંતોક બેન સરમણ મૂંજા જાડેજા. આ એક એવું નામ છે જે માત્ર કુતિયાણા કે પોરબંદર જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં વિશેષરૂપથી જાણીતું છે. આ બેઠક પર છેલ્લી ઘડીએ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. Congress એ ઉમેદવાર જાહેર કરી દીધા હતા અને છેલ્લી ઘડીએ NCP અને કોંગ્રેસનું ગઠબંધન થયું. જેમાં NCP પક્ષ તરફથી ચૂંટણી આવેલા કાંધલ જાડેજાની ટિકિટ કપાઈ હવે તે સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડશે. આ ચૂંટણી રસપ્રદ બનશે.
કુતિયાણાની બેઠક જૂનાગઢ જિલ્લામાં હતી
કુતિયાણાની બેઠક જૂનાગઢ જિલ્લા હેઠળ આવતી હતી, જે પોરબંદરના ગઠન બાદ નવા જિલ્લાને ફાળે ગઈ. 2012થી કુતિયાણાની બેઠક પરથી કાંધલ જાડેજા ધારાસભ્ય છે.
આ બેઠકનો છે ગુનાહિત ઇતિહાસ
કુતિયાણાના હાલના ધારાસભ્ય કાંધલ જાડેજા આ વિસ્તારમાં બાહુબલી નેતા તરીકેની છાપ ધરાવે છે. તેમની વિરુદ્ધ અનેક ગુનાઓ ઇતિહાસમાં નોંધાયેલા છે. તેમના પિતા સરમણ મુંજા પણ બાહુબલી નેતા હતા. પોરબંદરના બરખડ ગામે મેર સમાજ દ્વારા રાસ મંડળીનું આયોજન કરાયું હતું. જેમાં હાજરી આપવા સરમણ મુંજા ગયા હતા અને તેમનાજ જૂના મિત્રએ તેમની હત્યા કરી હતી. હત્યા થયાના થોડા સમય બાદ તાલુકા પંચાયતની ચૂંટણી હતી જેમાં તેમના પત્ની સંતોકબેન જાડેજા મેદાનમાં ઉતર્યા હતા અને તેમનો ચૂંટણીમાં ભવ્ય વિજય થયો હતો. 2011માં સંતોકબેનના નિધન થયું હતું. કુતિયાણા બેઠક પર છેલ્લી બે ટર્મથી તેમના પુત્ર કાંધલ જાડેજાનો વિજય થતો આવ્યો છે.
ADVERTISEMENT
સંતોકબેન જાડેજા પર બની ફિલ્મ
સૌરાષ્ટ્ર અને ખાસ કરીને પોરબંદરના કુતિયાણાના લોહિયાળ ઈતિહાસને દર્શાવતી ફિલ્મ તૈયાર કરવામાં આવી. સંતોકબેન જાડેજાને ગોડ મધર કહેવામાં આવે છે. ત્યારે ગોડમધર પર બનેલી ફિલ્મમાં સંતોકબેન સાથે થયેલાં અત્યાચારની વાત પણ દર્શાવવામાં આવી. અને કઈ રીતે એક સામાન્ય સ્ત્રી ગુનાખોરીની દુનિયાની ગોડમધર બની જાય છે એ પણ દર્શાવાયું. સમય જતાં સંતોકબેન જાડેજાને ફરી એકવાર સત્તાનો સાથ મળ્યો તેઓ જેલમાંથી છુટીને આવ્યાં. પછી તેઓ રાજકોટ શિફ્ટ થઈ ગયાં. એક્ટિવ પોલિટિક્સથી દૂર રહેવા છતાં કુતિયાણા અને એમ કહો કે સમગ્ર પોરબંદર જિલ્લામાં વર્ષો સુધી એમનો દબદબો રહ્યો.
2017નું સમીકરણ
વર્ષ 2017માં આ બેઠક પર પહેલા ફેઝમાં ચૂંટણી યોજાઈ હતી તેમાં 9 ડિસેમ્બર 2017ના રોજ મતદાન થયું હતું. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ થયો હતો. આ બેઠક માટે ભાજપે લક્ષમણ ઓડેદરાને મેદાને ઉતાર્યા હતા જયારે કોંગ્રેસે મોડેદરા વેજાભાઇને મેદાને ઉતાર્યા હતા. અને એન.સી.પી.એ કાંધલ જાડેજાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર 58.90 ટકા મતદાન થયું હતું. જેમાંથી ભાજપના ઉમેદવાર લક્ષમણભાઇ ઓડેદરાને 30.28 % મત એટલેકે 35697 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવાર વેજા મોડેદરાને ફક્ત 9.90 % એટલેકે 11670 મત મળ્યા હતા. એન.સી.પી.ના ઉમેદવાર કાંધલ જાડેજાને 50.39% એટલેકે 59406 મત મળ્યા હતા. એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજા 23,709 મતે વિજેતા થયા હતા.
ADVERTISEMENT
બે ટર્મથી કાંધલની પકડ મજબૂત
2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા બેઠક પરથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ ભાજપના નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવી વિજય મેળવ્યો હતો. તો 2012ની ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી ભાજપના ધારાસભ્ય કરશન ઓડેદરાને જંગી લીડથી હરાવ્યા હતા.
ADVERTISEMENT
આ કારણે બેઠક છે ચર્ચામાં
તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન હોવા છતાં રાજ્યસભાની ચૂંટણીમાં કાંધલ જાડેજાએ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મત આપ્યો હતો. આ પહેલા તે ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઇ હતી. જ્યારે કોંગ્રેસ અને NCP નું છેલ્લી ઘડીએ ગઠબંધન થયું છે. જેમાં કાંધલ જાડેજાની NCP માંથી ટિકિટ કપાઈ છે. તેમણે સમાજવાદી પાર્ટી માંથી મેદાને ઉતારવાનું નક્કી કર્યું છે.
3 ટર્મ ભાજપનો દબદબો
1999થી 2007 સુધી ભાજપમાંથી કુતિયાણા બેઠક કરસન દુલા ઓડેદરાનો વિજય થયો હતો. કરસન દુલા ઓડેદરા ભીમા દુલા ઓડેદરાનો ભાઈ છે. ભીમા દુલા ઓડેદરાના પિતરાઈ ભાઈ બાબુ બોખીરીયાનું રાજકીય વર્ચસ્વ વધતા ભીમા ઓડેદરાને તેનો ફાયદો થતો હતો.
મતદાર
કુતિયાણા બેઠક પર 116347 પુરુષ મતદાર છે. જ્યારે 109411 મહિલા મતદાર છે. આ સાથે 5 અન્ય મતદાર છે. આમ આ બેઠક પર કુલ 225763 મતદાર છે.
2022ના સંગ્રામમાં જાણો કોણ કોણ છે મેદાને
ભાજપ- ઢેલીબેન ઓડેદરા
કોંગ્રેસ- નાથાભાઈ ઓડેદરા
આપ- ભિમાભાઈ મકવાણા
અપક્ષ- નિલેશ ભૂંડીયા
અપક્ષ- ચંદુલાલ રાઠોડ
અપક્ષ- પ્રકાશ જુંગી
અપક્ષ- આનંદ બુચ
અપક્ષ- રાજેશ મદલાણી
રાષ્ટ્રીય હિંદ એકતા દળ- રાજેશ બુટાણી
અપક્ષ- મુકેશ વઘાસિયા
સમાજવાદી પાર્ટી- કાંધલ જાડેજા
અપક્ષ- મિલન ચૌહાણ
અપક્ષ- અજય ઓડેદરા
આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે
1962 – કોંગ્રેસના ઉમેદવાર માલદેવજી ઓડેદરા વિજેતા થયા.
1967- સ્વતંત્ર પક્ષના ઉમેદવાર બી.બી.ગજેરા વિજેતા થયા
1972- કોંગ્રેસના ઉમેદવાર અરજણ નંદાણીયા વિજેતા થયા
1975- ભારતીય જાણતા સંઘના ઉમેદવાર વેજાભાઇ કંબાલિયા વિજેતા થયા
1980- કોંગ્રેસ (આઈ ) ના ઉમેદવાર મહંત વિજયદાસજી વિજેતા થયા
1985- કોંગ્રેસના ઉમેદવાર મહંત વિજયદાસજી વિજેતા થયા.
1990- જનતાદળના ઉમેદવાર સંતોકબેન જાડેજા વિજેતા થયા
1995- અપક્ષ ઉમેદવાર ભૂરા કડછા વિજેતા થયા
1998- ભાજપના ઉમેદવાર ઓડેદરા કરશન વિજેતા થયા
2002- ભાજપના ઉમેદવાર ઓડેદરા કરશન વિજેતા થયા
2007- ભાજપના ઉમેદવાર ઓડેદરા કરશન વિજેતા થયા
2012- એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજા વિજેતા થયા
2017- એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજા વિજેતા થયા
ADVERTISEMENT