સરકારે નવી ભરતીઓ પર બ્રેક મારી! નાણા વિભાગે તમામ મંત્રાલયોને કેમ કરકસર કરવાનું સૂચન કર્યું?
ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે બીજી તરફ આગામી નાણાકીય વર્ષ માટે બજેટની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. એવામાં વર્ષ…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે બીજી તરફ આગામી નાણાકીય વર્ષ માટે બજેટની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. એવામાં વર્ષ 2023-24ના બજેટમાં કરકસરના પગલાના ભાગ રૂપે એક ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં વિભાગોમાં ખાતાના વડાને કચેરીમાં નવું મહેકમ મંજૂર કરવાના બદલે ખર્ચા ઘટાડવા માટેની સૂચના આપવામાં આવી છે.
વર્ગ-4માં આઉટ સોર્સિંગથી કામગીરી કરાશે
સરકારના નાણાવિભાગે અન્ય વિભાગોને સૂચના આપીને કહ્યું છે કે, અપવાદરૂપ કિસ્સામાં જ નવા મહેકમને મંજૂર કરવામાં આવશે. તે સિવાય 10 વર્ષના ભરતી કેલેન્ડરમાં સમાવિષ્ટ હોય તેવી જગ્યાઓ જ ભરવામાં આવશે. તથા આઉસસોર્સિંગ કે કરાક આધારિત સેવાઓ માટે કોઈ જગ્યાઓ ઊભી કરવાની રહેશે નહીં. આ જગ્યાઓની સેવાઓ 11 મહિના માટે લેવા વિભાગે જ દરખાસ્ત કરવાની રહેશે. ઉપરાંત વર્ગ-4માં આઉટ સોર્સિંગથી કામગીરી કરાવવાની હોવાથી વર્ગ-4ની કોઈ નવી જગ્યાઓ ઊભી કરવાની રહેશે નહીં. એવામાં હવે નવી ભરતી બહાર નીકળવાનો કોઈ અંદાજ દેખાઈ રહ્યો નથી.
નવા વાહનોની ખરીદીમાં પણ કરકસર કરવા સૂચન
આટલું જ નહીં નાણા વિભાગે નવા વાહનોની ખરીદીમાં પણ કરકસર કરવાની સૂચના વિભાગોને આપી છે. જેથી ખરીને ખર્ચાઓ ઘટાડી શકાય. એવામાં ખાસ કિસ્સાઓમાં જ વાહનો ખરીદવાની દરખાસ્ત કરવાની રહેશે તથા નવી દરખાસ્ત કરતા પહેલા જૂના વાહનોનો ઉપયોગ બંધ કરીને રદબાતલ કરાયા છે કે કેમ તે પણ જણાવવાનું રહેશે. આ તમામ બાબતો અંગે નાણાવિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT