નાણામંત્રી કનુભાઈ દેસાઈ બીજીવાર બજેટ રજૂ કરશે, 20 ફેબ્રુઆરી આસપાસ રજૂ થઈ શકે
ગાંધીનગરઃ BJPની ગુજરાતમાં ઐતિહાસિક જીત થઈ ચૂકી છે. ત્યારે ભાજપની નવી સરકારની રચના પણ થઈ ગઈ છે. તેવામાં હવે 15 ફેબ્રુઆરી પછી નવી સરકારનું બજેટ…
ADVERTISEMENT
ગાંધીનગરઃ BJPની ગુજરાતમાં ઐતિહાસિક જીત થઈ ચૂકી છે. ત્યારે ભાજપની નવી સરકારની રચના પણ થઈ ગઈ છે. તેવામાં હવે 15 ફેબ્રુઆરી પછી નવી સરકારનું બજેટ સત્ર મળી શકે છે. આ પ્રથમ બજેટ સત્ર માર્ચ મહિનાનાં અંત સુધી ચાલશે એવા અહેવાલો મળ્યા છે. ત્યારે સંભવિત તારીખની વાત કરીએ તો 20 ફેબ્રુઆરીની આસપાસ આ બજેટ રજૂ થઈ શકે છે. કનુભાઈ દેસાઈ નાણા મંત્રી તરીકે બીજીવાર બજેટ રજૂ કરશે. જાણો વિગતવાર માહિતી..
આ પણ વાંચો… જો આ બિલ્ડિંગમાં મકાન હશે તો પાણી,ગટર અને વીજળી બધું કપાશે જાણો કેમ…
વિધાનસભાનું બજેટ સત્ર મળશે
આગામી 15 ફેબ્રુઆરી પછી વિધાનસભાનું બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે. આ દરમિયાન નવી સરકારનું બજેટ માર્ચ મહિનાના અંત સુધી ચાલશે. બજેટ સત્રમાં રાજ્યના સંબોધન સંદર્ભે સિનિયર મંત્રીઓની કમિટી રચવામાં આવી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે નવી સરકાર દ્વારા ઘણા કાયદાઓ પણ રજૂ થઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો… વ્યાજખોરોને ડામવા માટે પોલીસે લોકદરબાર યોજ્યો, તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ
કનુભાઈ બીજીવાર બજેટ રજૂ કરશે
નાણામંત્રી કનુભાઈ દેસાઈ બીજીવાર બજેટ રજૂ કરવા માટે જઈ રહ્યા છે. આ સત્રમાં રાજ્ય સરકાર નવા કાયદા રજૂ કરી શકે છે. જ્યારે જુના કાયદાઓમાં સુધારા વધારાનું કામ કાજ પણ કરી શકે છે. આ નવી સરકારનું પ્રથમ બજેટ સેશન માર્ચના અંત સુધીમાં ચાલશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નવી સરકારનું બજેટ 20 ફેબ્રુઆરીની આસપાસ રજૂ થઈ શકે છે.
ADVERTISEMENT
With Input: દુર્ગેશ મહેતા
ADVERTISEMENT
આ પણ વાંચો…શું હવે ચા પણ મોંઘી થઈ જશે? પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયની અસરો જાણો…
ADVERTISEMENT