આખરી મતદાર યાદી જાહેર, જાણો રાજ્યમાં કેટલા મતદારો કરશે મતદાન
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારી રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ દ્વારા પણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી જાહેર કરવામાં આવી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારી રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ દ્વારા પણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 4.90 કરોડ મતદારો નોંધાયા છે જ્યારે 11.62 લાખ નવા યુવા મતદારો ઉમેરાયા છે. ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે.
2.53 કરોડ પુરૂષ મતદાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં કુલ 4,90,89,765 નવા મતદારો નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 2.53 કરોડ પુરૂષ મતદાર જ્યારે 2.37 કરોડ મહિલા મતદાર નોંધાયા છે.
1417 થર્ડ ઝેન્ડર મતદાર
આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યમાં ખાસ મતદાર મતદાર સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન કુલ રાજ્યમાં 1417 થર્ડ ઝેન્ડર મતદાર નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરામાં 223 મતદાન છે જ્યારે અમદાવાદમાં 211 મતદાર છે. સુરતમાં પણ 159 થર્ડ ઝેન્ડર મતદાર નોંધાયા છે જ્યારે આણંદમાં 130 મતદાર નોંધાયા છે.
ADVERTISEMENT
4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો
કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા પીડબલ્યુડી નામની ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી હતી. જેના પર દિવ્યાંગો મતદાનનો ઉપયોગ કરશે. બેઠક દીઠ 7 મહિલા સંચાલિત બુથ તૈયાર કરવામાં આવશે. પોલીસ સુરક્ષા કર્મીઓ પણ મહિલા હશે.51, 782 કુલ મતદાન મથકો છે જેમાંથી શહેરી મતદાન મથક 17,506 છે. રાજ્યમાં વિધાનસભાની 182 વિધાનસભામાંથી 142 સામાન્ય બેઠક છે જ્યારે એસસીની 13 અને એસટીની 27 બેઠક ફાળવવામાં આવી છે.
76.68 લાખ મતદારોએ આધાર નંબર કર્યો લિન્ક
ભારતના ચૂંટણી પંચ દ્વારા કેન્દ્રના કાયદા અને ન્યાય મંત્રાલયના જાહેરનામા અન્વયે ચૂંટણી સબંધિત કાયદાઓમાં કરવામાં આવેલા સુધારા અનુસાર હવે મતદાર મતદારયાદીમાં સ્વૈચ્છિક રીતે આધાર નંબર દાખલ કરાવી શકે છે.આ સુવિધાનો લાભ લઇને રાજ્યમાં અત્યાર સુધીમાં 76.68 લાખથી વધુ મતદારોએ મતદારયાદીમાં પોતાના નામ સાથે આધાર નંબર દાખલ કરાવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT