હદ છે, હવે વિમાનમાં લાફાવાળી થઈ! બેંકોકથી આવતા બે ભારતીયોએ આખી ફ્લાઈટ માથે લીધી, જુઓ VIDEO
અમદાવાદ: તમે ઘણીવાર બસ અને ટ્રેનોમાં સીટને લઈને પેસેન્જરો વચ્ચે ઝઘડો થતા જોયો હશે. પરંતુ હવે આવા ઝઘડા જમીનથી હજારો મીટરની ઊંચાઈ પર પણ જોવા…
ADVERTISEMENT
અમદાવાદ: તમે ઘણીવાર બસ અને ટ્રેનોમાં સીટને લઈને પેસેન્જરો વચ્ચે ઝઘડો થતા જોયો હશે. પરંતુ હવે આવા ઝઘડા જમીનથી હજારો મીટરની ઊંચાઈ પર પણ જોવા મળી રહ્યા છે. એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બેંકોકથી આવી રહેલી ફ્લાઈટમાં ભારતીય પેસેન્જરોએ ઝઘડો તો કર્યો પણ મારામારી પણ કરી. જ્યારે પ્લેનનો ક્રૂ સ્ટાફ સતત તેમને શાંત કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો.
ફ્લાઈટમાં ભારતીય પેસેન્જરો ઝઘડી પડ્યા
વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં બે વ્યક્તિઓ જીભાજોડી કરતા દેખાઈ રહ્યા છે. જ્યારે વિમાનનો સ્ટાફ સ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક પુરુષ ‘શાંતિથી બેસો’ કહેતા સંભળાઈ રહ્યો છે, જ્યારે બીજો કહે છે કે, ‘હાથ નીચે કરે’. બસ તેની થોડી જ સેકન્ડમાં આ ઝઘડો મારપીટમાં બદલાઈ જાય છે અને એક વ્યક્તિ પોતાના સાથીઓ સાથે આવીને બીજાની ધોલાઈ કરી નાખે છે અને ગાલ પર લાફા ઝિંકી દે છે.
ADVERTISEMENT
Indians on an International flight ? pic.twitter.com/gIQGgQJ9Xt
— Gabbbar (@GabbbarSingh) December 28, 2022
મારા મારીનો વીડિયો વાઈરલ થયો
વીડિયોમાં વ્યક્તિ પોતાના ચશ્મા ઉતારતા દેખાય છે અને બીજા વ્યક્તિને મારતા દેખાય છે. આ સાથે ત્યાં ઊભેલા બીજા લોકો પણ તે યુવકને મારવાનું શરૂ કરી દે છે. જ્યારે સામેનો વ્યક્તિ પોતાનો બચાવ કરતા દેખાય છે. આ ઘટના કથિત રીતે બેંકોકથી કોલકાતા જતી ફ્લાઈટમાં બની હતી. હાલમાં આ મામલે હજુ સુધી થાઈ સ્માઈલ એરવેઝ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. જ્યારે તે યુવકો પર પણ કાર્યવાહીની કોઈ જાણકારી મળી શકી નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ‘પઠાણ’માં દીપિકાની ‘ભગવા બિકીની’ બદલાશે? સેન્સર બોર્ડે મેકર્સને ફેરફારના સૂચનો મોકલ્યા
ADVERTISEMENT
અગાઉ પણ ફ્લાઈટમાં બની હતી આવી ઘટના
નોંધનીય છે કે, આ પહેલા ઈંડિગોની એક એર હોસ્ટેસની ઈસ્તાંબુલ-દિલ્હી ફ્લાઈટમાં પેસેન્જર સાથે ઉગ્ર બોલાચાલીનો વીડિયો પણ વાઈરલ થયો હતો. જેમાં કેબિન ક્રૂનો એક સદસ્ય પેસેન્જરોને જમવાનું પરોસી રહ્યો હતો, ત્યારે આ બોલાચાલી થઈ હતી.
ADVERTISEMENT