BJP નેતા અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી, નેતાએ દાદાગીરી કરી; સ્થિતિ વણસતા પ્રચાર છોડી ભાગ્યા!

ADVERTISEMENT

gujarattak
social share
google news

છોટાઉદેપુરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે અત્યારે ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં જઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેવામાં છોટાઉદેપુર ખાતે ભાજપના નેતા અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન 90 લાખ રૂપિયાના કૌભાંડના મુદ્દા સહિત વિવિધ આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો હતો. જેના પગલે સ્થિતિ એટલી વણસી ગઈ કે ભાજપના નેતા પ્રચાર છોડી ભાગી ગયા હતા.

ભાજપના નેતાએ કરી દાદાગીરી!
ભાજપના નેતા અભેસિંહ તડવીનો એક વીડિયો અત્યારે વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ચૂંટણી પ્રચાર માટે ગામમાં પહોંચ્યા હતા. અહીં સ્થાનિકો સાથે કેટલાક મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ જતા મામલો બિચક્યો હતો. અભેસિંહ તડવીએ આ દરમિયાન ગ્રામજનો સાથે પણ ઉગ્ર ચર્ચાઓ કરી હતી. તેવામાં હવે ભાજપના નેતા પણ એક સમયે દાદાગીરી પર આવી જતા લોકો રોષે ભરાયા હતા.

પ્રચાર પડતો મૂકી નેતા જતા રહ્યા…
ભાજપના નેતા આ દરમિયાન જનતા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જેથી કરીને મામલો વણસી જતા તેઓ પ્રચાર પડતો મૂકીને ભાગી ગયા હતા. અગાઉ પણ તેમનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તેઓ ગ્રામજનોને કહેતા હતા કે અનાજ ખાધું છે મત તો આપનો જ પડશે. આમ ધમકી આપતા એ સમયે પણ મામલો બિચક્યો હતો.

ADVERTISEMENT

With Input: નરેન્દ્ર પેપરવાલા

    follow whatsapp

    ADVERTISEMENT