Ahmedabad માં સગા બાપે 5 માસની દીકરીનું ગળું દબાવીને કરી નાખી હત્યા, કારણ આપ્યું તે જાણી ચોંકી જશો

ADVERTISEMENT

Ahmedabad Crime News
Ahmedabad Crime News
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પાંચ માસની બાળકીની પિતાએ કરી હત્યા

point

દીકરાને બદલે દીકરીને જન્મ થતાં પિતાને ન ગમ્યું

point

પોલીસે ગુનો નોંધી આરોપી પિતાની કરી ધરપકડ

Ahmedabad Crime News:  અમદાવાદમાં એક પિતાએ જ પોતાની પાંચ માસની બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે. દીકરાની જગ્યાએ દીકરી આવતા પિતા કેટલાય સમયથી કંટાળેલો હતો. ગઈકાલે પત્ની અને દીકરીને હોસ્પિટલ લઈને ગયેલા પિતાએ દીકરી રડતા તેનું ગળું દબાવી દીધું હતું, જેથી બાળકીનું મોત થયું હતું. આ અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી છે.

બાળકી જન્મતા તણાવમાં રહેતો હતો અંસાર

ગોમતીપુરમાં રહેતા અંસાર અહમદ અંસારીને પાંચ મહિનાની બાળકી હતી. અંસાર ભંગારનો ધંધો કરતો હતો. બાળકની જગ્યાએ બાળકી જન્મતા અંસાર તણાવમાં રહેતો હતો. તેને ધંધા પર પણ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું તથા પત્ની પણ તેના પર ધ્યાન આપતી નહોતી જેથી અંસારે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું. અંસારને મગજની દવા પણ ચાલુ હતી.

બાળકી રડતા ગળુ દબાવી દીધું

ગઈકાલે રાતે પત્નીને પેટમાં દુખતા અંસાર સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો ત્યારે પત્ની સોનોગ્રાફી કરાવવા અંદર ગઈ હતી. આ દરમિયાન બાળકી રડવા લાગતા અંસારે બાળકીને ચૂપ કરાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકી ચૂપ ન થતાં તે બાળકીને લઈને રિક્ષા પાસે ગયો હતો. રિક્ષામાં બેસાડી બાળકીને ચૂપ કરાવવાનો પ્રયત્ન કર્યા છતાં બાળકી ચૂપ ન થતાં અંસારે બાળકીનું મોઢું અને ગળું દબાવી દીધું હતું જેથી બાળકી બેભાન થઈ ગઈ હતી.

ADVERTISEMENT

પોલીસે કરી ધકપકડ

બાળકીની સ્થિતિ જોઈને અંસાર તેને લઈને રિક્ષામાં બેસાડી વોરાના રોઝા પાસે લઈ ગયો હતો, ત્યાં બાળકોના મોઢા પર પાણી છાંટી બાળકીને ઉઠાડવા પ્રયત્ન કર્યો હતો પરંતુ બાળકી ઉઠી નહોતી. આસપાસના લોકો ભેગા થઈ ગયા અને શંકા જતાં બંનેને શારદાબેન હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોકટરે બાળકીને મૃત જાહેર કરી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને અંસારની ધરપકડ કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT