સુરતમાં સાસુ-સસરાએ વિધવા પુત્રવધુના બીજા લગ્ન કરાવ્યા, માતા-પિતાની જવાબદારી નીભાવી કન્યાદાન કર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: સુરતના મોટીવેડ ગામમાં કોળી પટેલ સમાજે એક અનોખી પહેલ કરી છે. દીકરાનું અકાળે અવસાન થતા વિધવા બની ગયેલી જુવાન જોધ પુત્રવધુના સાસુ-સસરાએ દીકરીની જેમ રાખી અને તેને લગ્ન કરીને સાસરે વળાવી હતી. આજના સમયમાં એક તરફ પતિના મૃત્યુબાદ જ્યાં વિધવા પત્ની પર સાસરીયા દ્વારા અત્યાચાર ગુજારવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, આ વચ્ચે મોટીવેડ ગામના દિનેશભાઈ અને તેમના પત્નીએ ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

15 મહિના પહેલા દીકરાનું નિધન થયું હતું
વિગતો મુજબ, સુરતના મોટી વેડ ગામમાં રહેતા દિનેશભાઈના પુત્ર વિમલનું 15 મહિના પહેલા અકાળે નિધન થઈ ગયું. જેથી પુત્રવધુ ઉષા સહિત પરિવાર આઘાતમાં હતો. દીકરાના નિધનના દુઃખની સાથે દિનેશભાઈને પુત્રવધુ પણ એકલી થઈ ગયાની ચિંતા હતી. કારણ કે જુવાનજોધ પુત્રવધુ સામે આખી જિંદગી પડી હતી અને પતિ વિના એકલા જ રહેવું પડે તેમ હતું. એવામાં દિનેશભાઈએ પુત્રવધુના બીજા લગ્ન કરાવવાનું નક્કી કર્યું.

ADVERTISEMENT

સાસુ-સસરાએ પુત્રવધુને નવો ઘર સંસાર માંડવાના આશીર્વાદ આપ્યા
પુત્રવધુ ઉષા માટે તેનો જીવનસાથી શોધવામાં સાસુ-સસરા, માતા-પિતા અને કાકા સસરા તથા કાકી સાસુ પણ જોડાયા હતા. તેમણે ઉષા માટે યોગ્ય પાત્ર શોધ્યું અને લગ્ન નક્કી કર્યું. બાદમાં દીપકભાઈએ યોગ્ય યુવક શોધી લગ્ન નક્કી કર્યા અને પુત્રવધુ ઉષાને દીકરીની જેમ વળાવી નવા સંસાર માડવાના આશીર્વાદ આપ્યા હતા. ત્યારે લગ્ન બાદ વિદાય દરમિયાન ખૂબ જ ભાવુક માહોલ જોવા મળ્યો હતો. પુત્રવધુ માતા-પિતાને વિદાય આપતી હોય તેમ સાસુ-સસરાને ભેટીને ધ્રુસકને ધ્રુસકે રડી પડી હતી. દરમિયાન ત્યાં હાજર તમામ લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. એકબાજુ ઘરમાં પુત્રવધુઓ પર ત્રાસ આપવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના આ કોળી પટેલ સમાજે એક નવો દાખલો બેસાડ્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT