7 વર્ષ પહેલા ઘરેથી ભાગેલા સસરા-પુત્રવધુ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા, બે સંતાનો તરછોડી ભાગી હતી વહુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કંબોઈ ગામમાં સાત વર્ષ પહેલા સસરાની પુત્રવધુ સાથે આંખ મળી જતા બંને ઘર છોડીને ભાગી ગયા હતા. જોકે બંને બે દિવસ પહેલા ગામની સીમમાં બંનેની ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. હાલમાં જ પુત્રવધુ અને સસરાના સંબંધો સમાજ સ્વીકારશે નહીં તેમ માની ઘરે જવા પગ ન ઉપડતા બંનેએ ફાંસો ખાઈ લીધો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સસરા વહુથી 19 વર્ષ મોટા હતા
વિગતો મુજબ, ગરબાડા તાલુકાના માતવા ગામના વનીતાના લગ્ન લીમખેડા તાલુકાના કંબોઈ ગામના નિલેશ સાથે થયા હતા. શરૂઆતમાં બંનેનું લગ્નજીવન સુખીથી ચાલતું હતું અને બંનેને બે બાળકો પણ હતા. દરમિયાન વનીતાની આંખો પોતાના સસરા રમેશ હઠીલા સાથે મળી જતા બંને 2016માં ઘરેથી ભાગી ગયા હતા. પોલીસ દ્વારા સસરાની ઉંમર 49 અને વહુની ઉંમર 31 વર્ષ આંકવામાં આવી હતી. બંનેની ઉંમરમાં 19 વર્ષનો તફાવત હતો.

ADVERTISEMENT

લાંબા સમયથી પરિવાર બંનેને શોધી રહ્યો હતો
સસરા અને પુત્રવધુને પરિવારજનો લાંબા સમયથી શોધી રહ્યા હતા, પરંતુ તેમની ક્યાંય ભાળ મળી રહી નહોતી. બંને ક્યાં રહેતા હતા તેની ઘરના કોઈ સભ્યોને જાણ નહોતી એવામાં અચાનક બે દિવસ પહેલા સસરા અને પુત્રવધુ કંબોઈ પાછા તો આવ્યો પરંતુ અનૈતિક સંબંધોને લઈને ઘરે જવા પગ નહીં ઉપડતા તેમજ સમાજ તેમના સંબંધોને નહીં સ્વીકારે એવા ડરથી ફાંસો ખાઈ લીધો હતો.

દીકરીને ઘરમાં જ તરછોડી દીધી હતી
વનીતાને પતિ નિલેશથી એક દીકરી અને દીકરો જન્મ્યો હતો. સસરા સાથે ભાગતા સમયે દીકરો નવજાત હોવાથી પોતાની સાથે લઈ ગઈ હતી. જ્યારે દીકરીને ઘરે જ મૂકી દીધી હતી. તેણે દીકરો 7 વર્ષનો થયો ત્યાં સુધી સાચવ્યો અને બાદમાં દીકરાના હાથમાં ઘરનું સરનામું અને પિતાના નામની ચિઠ્ઠી પકડાવીને તેને રેઢો મૂકી દીધો હતો. જે ભટકતો ભટકતો ઘર સુધી પહોંચી ગયો હતો. જેથી પરિવારે ફરી તેમની શોધખોળ આદરી હતી, પરંતુ તે મળ્યા નહોતા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

 

    follow whatsapp

    ADVERTISEMENT