AAPના વધુ એક નેતા પર જીવલેણ હુમલો! BJPના ગુંડાએ છરીના ઘા માર્યાનો પાર્ટીનો દાવો
સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેવામાં લિંબાયત વિધાનસભા ક્ષેત્રના…
ADVERTISEMENT
સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેવામાં લિંબાયત વિધાનસભા ક્ષેત્રના સ્થાનિક AAPના નેતા પર ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. આ અંગે ટ્વીટ કરીને પ્રદેશ પ્રવક્તા કરણ બારોટે જાણકારી આપી છે. તેવામાં હવે વિધાનસભા ચૂંટણી પૂર્વે આ પ્રમાણેની ઘટના સામે આવતા હોબાળો મચી ગયો છે. જાણો વિગતવાર ઘટનાક્રમ….
લિંબાયત વિધાનસભા ક્ષેત્રના સ્થાનિક AAP નેતા મહેન્દ્ર ગોસ્વામી પર આજે રાત્રે ભાજપના ગુંડાઓ દ્વારા છરી થી આજે રાત્રે હુમલો કરવામાં આવ્યો
પણ આ ધર્મ યુદ્ધમાં આમ આદમી પાર્ટી આ અધર્મી ભારતીય જનતા પાર્ટી ને લડત આપશે અને સત્યની જીત થશે. @ArvindKejriwal @Gopal_Italia pic.twitter.com/5C5r9vuIw6
— Dr Karan Barot(ડૉ કરન બારોટ)🇮🇳🇮🇳🇮🇳 (@khbarot) November 26, 2022
ભાજપના ગુંડાઓએ હુમલો કર્યાનો દાવો..
AAPના પ્રદેશ પ્રવક્તા ડો.કરણ બારોટે ટ્વીટ કરીને જણાવ્યું છે કે લિંબાયતના સ્થાનિક આમ આદમી પાર્ટીના નેતા પર હુમલો થયો છે. ભાજપ પર આક્ષેપ લગાવતા તેમણે કહ્યું છે કે BJPના ગુંડાઓએ છરીના ઘા ઝીંકી AAPના નેતા મહેન્દ્ર ગોસ્વામી પર મોડી રાત્રે હુમલો કર્યો હતો.
ADVERTISEMENT
ઈજાગ્રસ્ત નેતાના ફોટો વાઈરલ
આ હુમલામાં કરણ બારોટ ઈજાગ્રસ્ત થયા હતા. તેમના ફોટો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. AAPના પ્રદેશ પ્રવક્તા કરણ બારોટે ભાજપના ગુંડાઓ દ્વારા હુમલો કર્યો હોવાનું ટ્વીટ કર્યું છે. આ દરમિયાન ઈજાગ્રસ્ત નેતાના ફોટો પણ પોસ્ટ કર્યા હતા. છરીના ઘા વડે તેમના પગના સાથળના ભાગ પર હુમલો કરાયો હોવાનું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ઉંડો ઘા પણ નજરે પડ્યો છે.
ADVERTISEMENT
AAPના પ્રદેશ પ્રવક્તા ડો.કરણ બારોટે પોસ્ટમાં લખ્યું કે આ ધર્મ યુદ્ધમાં ભાજપ જેવી અધર્મી પાર્ટી સામે આમ આદમી પાર્ટી લડત પણ આપશે તથા સત્યની જીત પણ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT