Farmers Protest Updates: દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોનો શંભુ બોર્ડર પર જમાવડો, પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ

ADVERTISEMENT

ખેડૂત આંદોલન રિટર્નસ
ખેડૂત આંદોલન રિટર્નસ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

'દિલ્હી ચલો કૂચ'ના કારણે તમામ બોર્ડરો સીલ

point

સરકારે ખેડૂતોને મનાવવાના તમામ પ્રયાસો કર્યા

point

ખેડૂતો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા

Farmers Protest: આજે ખેડૂતોની 'દિલ્હી ચલો કૂચ'ના કારણે તમામ બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે મોડી રાત સુધી બેઠક ચાલી હતી. સરકારે આંદોલન પર અડગ રહેલા ખેડૂતોને મનાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ 5 કલાકથી વધુ ચાલેલી બેઠક અનિર્ણિત રહી હતી. જે બાદ ખેડૂત નેતાઓએ આર-પારની જંગનું એલાન કરતા કહી દીધું કે, દિલ્હી કૂચ થઈને જ રહેશે. ગાઝીપુર, સિંધુ, શંભુ, ટિકરી સહિત તમામ બોર્ડરો છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. સાથે જ પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો ખેડૂતો કાયદો અને વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

ખેડૂતોએ ફરી ઉગામ્યું આંદોલનનું શસ્ત્ર

 

પંજાબ-હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે. લઘુત્તમ ટેકાના ભાવ (MSP) સહિતની તેમની માંગણીઓ સંતોષવા ખેડૂતોએ ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. 200થી વધુ ખેડૂત સંગઠનો આજે 13મી ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે.

ADVERTISEMENT

 

દિલ્હીની બોર્ડરો કરાઈ સીલ

 

કિસાન મજદૂર મોરચા (KMM) અને સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ હજારો ખેડૂતો સરહદ પર ઉભા છે. દિલ્હી પોલીસ આ વખતે પણ મક્કમ છે કે તેઓ ખેડૂતોને કોઈપણ કિંમતે દિલ્હીમાં પ્રવેશવા દેશે નહીં. પોલીસ અને CRPFના જવાનો ખેડૂતોનો મુકાબલો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બેરીકેટ્સ, ભારે સિમેન્ટ બેરીકેટ્સ, કન્ટેનર અને ડમ્પરો વડે રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે. દિલ્હીની આસપાસની બોર્ડરો ચારેય બાજુથી સીલ કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT

ADVERTISEMENT


શંભુ બોર્ડર પર પોલીસે છોડ્યા ટીયર ગેસ

 

હરિયાણા અને પંજાબ વચ્ચે શંભુ બોર્ડર પર ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ છે. આ વચ્ચે પોલીસે ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા, જે બાદ નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. જે બાદ ખેડૂતોને 200 મીટર સુધી પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.


સિંઘુ બોર્ડરનો ફ્લાયઓવર સંપૂર્ણપણે સીલ

 

ખેડૂતોની દિલ્હી તરફની કૂચને ધ્યાનમાં રાખીને રાજધાનીની આસપાસની સરહદો સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. સિંઘુ બોર્ડર પરનો ફ્લાયઓવર પણ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે. મશીનની મદદથી સિમેન્ટ બેરીકેટ્સ લગાવવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આરએએફ તૈનાત કરવામાં આવી છે.

 

શું છે ખેડૂતોની માંગ?

 

સૌથી પ્રાથમિક માંગ છે MPS એટલે કે મીનીમમ સપોર્ટ પ્રાઈઝ માટે કાયદો બનાવવો, લખીમપુર ખીરી હિંસાના પીડિતો માટે ન્યાયની માંગ, સ્વામીનાથન આયોગની ભલામણ લાગૂ કરવાની માંગ, જે ખેડૂતો આંદોલનમાં સામેલ છે તેમની કૃષિ લોન માફ કરવાની માંગ, કૃષિ ચીજવસ્તુઓ, દૂધની બનાવટો, ફળો, શાકભાજી અને માંસ પરની આયાત જકાત ઘટાડવા માટે ભથ્થું વધારવાની માંગ, 58 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન યોજના લાગુ કરીને દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન આપવું. 

    follow whatsapp

    ADVERTISEMENT