Farmers Protest: 4 પાક પર MSP ની ગેરંટી, 5 વર્ષની મર્યાદા, મોનિટરિંગ માટે પોર્ટલ... સરકારે ખેડૂતોની સામે મૂકી આ ફોર્મ્યુલા
Farmers Protest: કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓની વચ્ચે રવિવારે સાંજે ચંદીગઢમાં ચોથા રાઉન્ડની વાતચીત એક સકારાત્મક માહોલમાં થઈ.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
કેન્દ્રીય મંત્રીઓ સાથેની ખેડૂતોની બેઠક સફળ
કેન્દ્ર સરકાર વધુ ચાર પાક પર MSP આપવા તૈયાર
ખેડૂતોએ કહ્યું- વિચારીને બે દિવસમાં કહીશું
Farmers Protest: કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓની વચ્ચે રવિવારે સાંજે ચંદીગઢમાં ચોથા રાઉન્ડની વાતચીત એક સકારાત્મક માહોલમાં થઈ. બેઠક બાદ મીડિયાની સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ખેડૂત નેતાઓની સાથે સકારાત્મક ચર્ચા અને વિગતવાર ચર્ચા થઈ. આ વાતચીત એવા સમયે થઈ જ્યારે હજારો આંદોલનકારી ખેડૂતો પંજાબ-હરિયાણા બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે. કેન્દ્ર તરફથી ત્રણ મંત્રી- કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય ખેડૂતો સાથેની બેઠકમાં જોડાયા હતા.
સરકારે આપ્યા ખેડૂતોને આ પ્રસ્તાવો
- કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે સરકાર પાંચ વર્ષ માટે ચાર પાક પર MSP આપવા તૈયાર છે.
- ખેડૂતોને સરકારી એજન્સીઓ દ્વારા પાંચ વર્ષ માટે લઘુત્તમ ટેકાના ભાવે કઠોળ, મકાઈ અને કપાસના પાકને ખરીદવાની દરખાસ્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
- NCCF (નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન) અને NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા) જેવી સહકારી સંસ્થાઓ તે ખેડૂતોની સાથે કરાર કરશે જેઓ 'અડદની દાળ', 'મસૂરની દાળ' અથવા મકાઈ ઉગાડે છે. આગામી 5 વર્ષ સુધી તેમનો પાક MSP પર ખરીદવામાં આવશે.
- ખરીદીની માત્રા (Quantity) પર કોઈ મર્યાદા હશે નહીં એટલે કે અનલિમિટેડ હશે અને આ માટે એક પોર્ટલ વિકસાવવામાં આવશે.
ADVERTISEMENT
- સરકારનું માનવું છે કે અલગ-અલગ પાકોના ઉત્પાદનથી પંજાબની ખેતી બચશે, ભૂગર્ભ જળ સ્તરમાં સુધારો થશે અને જમીનને બંજર બનવાથી બચાવશે, જેના પર પહેલેથી જ ખતરો મંડરાઈ રહ્યો છે.
ADVERTISEMENT
#WATCH | Chandigarh: Union Minister Piyush Goyal says, "The farmers' union will tell us their decision by morning. We will also have discussions with NCCF and NAFED after returning to Delhi..." pic.twitter.com/rSzqom0bMq
— ANI (@ANI) February 18, 2024
સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરીને ખેડૂતો નિર્ણય લેશે
ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ આગામી બે દિવસમાં સરકારની દરખાસ્ત પર તેમના મંચો પર ચર્ચા કરશે અને પછી ભવિષ્યની યોજનાઓ નક્કી કરશે. કેન્દ્રના પ્રસ્તાવ પર ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું, 'અમે 19-20 ફેબ્રુઆરીના રોજ અમારા મંચો પર તેની ચર્ચા કરીશું અને આ અંગે નિષ્ણાતોના અભિપ્રાય લઈશું અને તે મુજબ નિર્ણય લઈશું.'
#WATCH चंडीगढ़: पंजाब किसान मजदूर संघर्ष कमेटी के महासचिव सरवन सिंह पंधेर ने कहा, "... हम सरकार के प्रस्ताव पर चर्चा करेंगे और उस पर राय लेंगे... निर्णय आज सुबह, शाम या परसों तक लिया जाएगा... मंत्रियों ने कहा कि दिल्ली लौटने के बाद वे अन्य मांगों पर चर्चा करेंगे... चर्चा 19-20… pic.twitter.com/AN1y7U5gUb
— ANI_HindiNews (@AHindinews) February 18, 2024
હાલ રોકી દેવાઈ 'દિલ્હી ચલો' કૂચ
પંઢેરે કહ્યું કે, લોન માફી અને અન્ય માંગણીઓ પર ચર્ચા બાકી છે અને અમને આશા છે કે આગામી બે દિવસમાં તેનો ઉકેલ આવી જશે. તેમણે કહ્યું કે 'દિલ્હી ચલો' કૂચ હાલમાં રોકી દેવામાં આવી છે, પરંતુ 21 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે ફરી શરૂ થશે. તમામ મુદ્દાઓ ઉકેલાયા નથી. કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓએ અગાઉ 8, 12 અને 15 ફેબ્રુઆરીએ બેઠક કરી હતી, પરંતુ આ વાટાઘાટો અનિર્ણિત રહી હતી.
ADVERTISEMENT