15 દિવસે ખાતર આવ્યું તે પણ 2 કલાકમાં ખાલી! ખેડૂતો ટેન્શનમાં પણ મંત્રી કહે છે, આવો કોઈ પ્રશ્ન જ નથી
શાર્દુલ ગજ્જર/પંચમહાલ: પંચમહાલ જિલ્લાના ખેડૂતોને છેલ્લા 15 દિવસથી યુરિયા ખાતર મળતું નથી, તેના કારણે તેઓના પાકને નુકસાન થઈ રહ્યું છે. યુરિયા ખાતરના મળવાને કારણે પંચમહાલના…
ADVERTISEMENT
શાર્દુલ ગજ્જર/પંચમહાલ: પંચમહાલ જિલ્લાના ખેડૂતોને છેલ્લા 15 દિવસથી યુરિયા ખાતર મળતું નથી, તેના કારણે તેઓના પાકને નુકસાન થઈ રહ્યું છે. યુરિયા ખાતરના મળવાને કારણે પંચમહાલના ખેડૂતોને મકાઈ, ઘઉં જેવા પાકોને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. જેનો અહેવાલ સામે આવ્યા બાદ રાતો રાત આજે પંચમહાલમાં યુરિયા ભરેલી એક ટ્રક પહોંચી હતી. પરંતુ 15 ટન ખાતર માત્ર 2 કલાકમાં જ ખલાશ થઈ ગયું. એવામાં ફરીથી ઘણા ખેડૂતોને ખાલી હાથ પાછા જવું પડ્યું હતું.
15 ટનનો એક ટ્રક આવ્યો અને 2 કલાકમાં ખાલી થઈ ગયું ખાતર
પંચમહાલના ખેડૂતો માટે યુરિયા ભરીને એકમાત્ર ગાડી 15 ટનની આવી અને બે જ કલાકમાં યુરિયા ખાતર ખલાસ થઈ ગયું. પંચમહાલના ખેડૂતો ફરીથી પાછા જવું પડ્યું. સરકાર ભાણું આપવાની જગ્યાએ 100 ગ્રામ નાસ્તો કરાવી ખુશી મનાવી રહી છે, પરંતુ પંચમહાલ જિલ્લામાં દરેક ગોડાઉનમાં યુરિયા ખાતર પહોંચે તે જરૂરી છે. માત્ર 15 ટન ખાતર બે જ કલાકમાં ખાલી થઈ ગયું સાથે સાથે આજે જે યુરિયા ખાતર આપવામાં આવ્યું છે તે મોટા દાણાનું છે તેના કારણે ખેડૂતોને વધારે પાણી આપવું પડે તેમ છે. ખેતીમાં તો એ ખાતરની અસર જમીનમાં ઉતરે એટલે જે ઓરીજનલ યુરિયા ખાતર રહેતું તેના કરતાં જુદા પ્રકારનું યુરિયા ખાતર ખેડૂતોને આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
મંત્રીએ ખાતરના અછતની વાત નકારી દીધી
જોકે ખાતર ખતમ થયાની વાત મળતા જ મંત્રી બચુભાઈ ખાબડ APMCમાં પહોંચી ગયા હતા અને મોટી-મોટી વાતો કરવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે, અમારી પાસે યુરિયાનો પૂરતો સ્ટોક છે. અછતની વાત બિન-જરૂરી ઊભી કરેલી છે. આજે ગોધરામાં 85 હજારથી વધુ ખાતરની બેગ છે અને તમામ સેન્ટરો પર ખાતરનો પૂરતો જથ્થો છે. ખેડૂતો લઈ જઈ રહ્યા છે અને વાપરી રહ્યા છે, આવો કોઈ પ્રશ્ન જ નથી. મંત્રીજી તો આમ કહીને જતા રહ્યા પરંતુ જમીન પરની હકીકત જોઈએ તો અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT