ગાંધીનગરમાં પટેલ સરકારના 1 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ઘુસ્યા ખેડૂતો, હોલ બહાર કર્યા સૂત્રોચ્ચાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો (Farmers) દ્વારા પડતર માગણીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી ખેડૂતોની માગણી મુદ્દે કોઈ ચર્ચા કે નિર્ણય કરવામાં આવ્યો નથી. એવામાં આજે ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલ સરકારની 1 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ખેડૂતો ઘૂસી ગયા હતા. સાથે જ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર આગામી સમયમાં તેમની માગણી નહીં માને તો તેઓ સરકારને ઘેરશે.

મુખ્યમંત્રીના કાર્યક્રમ સુધી પહોંચ્યા ખેડૂતો
ભૂપેન્દ્ર પટેલ સરકારે 1 વર્ષ અગાઉ આજના દિવસે શપથ લીધા હતા. જેની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતો આજે ત્યાં પહોંચી ગયા હતા અને મહાત્મા મંદિર બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા.

ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
વાલજીભાઈ નામના ખેડૂતે કહ્યું કે, છેલ્લા 1 વર્ષથી અમે મુખ્યમંત્રીને આવેદનો આપ્યા અમારા પ્રશ્નોની રજૂઆત કરી. ખાસ કરીને વિજળીના પ્રશ્નોની અમારી સમસ્યા છે. વીજ દરોમાં જે અસમાનતા છે તેમાં અમારી માંગ છે કે વીજદરમાં સમાનતા લાવવામાં આવે. જ્યાં સુધી અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું. હવે જો પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આવતા સમયમાં અમે સરકારનો ઘેરવાનો પ્લાન કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT