ખેડૂતોને ગાંધીનગર પહોંચતા અટકાવવા પોલીસના ધમ પછાડાઃ મહેસાણામાં રેલી અટકાવી સમજાવટ પણ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહેસાણાઃ બનાસકાંઠાના દિયોદરથી નીકળેલી ખેડૂતોની ન્યાય યાત્રાને મહેસાણાના ગોઝારિયા પાસે પોલીસે રોકી દીધી છે. ખેડૂતો ગાંધીનગર જઈને સરકારને ખેડૂતો માટેની માંગણીઓ પૂરી કરવાની માંગ કરી રહ્યા છે. પોલીસે ખેડૂતોને ગાંધીનગર જવાની ના પાડી છે અને તેમને ગોઝારિયામાં રોકી દીધા છે. ખેડૂતો અને પોલીસ વચ્ચે હજુ સુધી કોઈ સમજૂતી થઈ નથી અને ખેડૂતો ગાંધીનગર જવા માટે મક્કમ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આંદોલનો અને હડતાળો કોઈ પણ સરકારના પ્રિય રહ્યા નથી. હાલમાં જ સરકાર દ્વારા આવા આંદોલનોને કચડી નાખવાના મનસુબાઓ સાથે કેટલાક કાયદાકીય ફેરફારો કરવાની કવાયતો ચાલી રહી હોવાના પણ ગણગણાટ ચાલી રહ્યા છે તે વચ્ચે હાલમાં થઈ રહેલું આંદોલન સરકાર માટે કેટલું ચિંતાજનક બનતુ જાય છે તેને લઈને આવનારો સમય અવશ્ય દ્રશ્યો બતાવશે.

રજૂઆતના બદલામાં ખેડૂતને લાફા પડે? ના ચાલે- ગણગણાટ

પોલીસે ખેડૂતોને આગળ ન વધવાનો આદેશ આપ્યો છે અને જો તેઓ આગળ વધશે તો શું થશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ આગળ વધતા જ ખેડૂતો માટે કપરો સમય આવી શકે છે તેનો અંદાજ આવી રહ્યો છે. ખેડૂતો પોતાની માંગણીઓ પૂરી કરવાની વાત પર અડગ છે અને તેઓ ગાંધીનગર જવા માટે મક્કમ રહ્યા છે. ખેડૂતોની આ યાત્રાને પોલીસે રોકીને ખેડૂતોના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે તેવી પણ ચર્ચાઓ છે. ખેડૂતોને તેમની માંગણીઓ માટે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાની મંજૂરી આપવી જોઈએ અને ખેડૂતને જાહેરમાં રજૂઆતના બદલામાં લાફા પડે તે તો ક્યારેય ચલાવી લેવાય નહીં તેને લઈને અહીં લોકોમાં ધ્વની જોવા મળી રહી છે.

અમદાવાદમાં ટપોરીઓ બેફામઃ તલવાર-છરી જેવા હથિયારો સાથેનો વીડિયો વાયરલ

રાકેશ ટીકેત ગુજરાત આવશે, સરકારને હવે પાણી આવ્યું

ખેડૂતને રજૂઆતના બદલામાં ધારાસભ્ય કેશાજી ચૌહાણના ટેકેદારે થપ્પડ મારવાના બહુચર્ચિત પ્રકરણમાં ન્યાયની માંગણી સાથે ન્યાયયાત્રા યોજાઈ છે. હવે ખેડૂતોના સમર્થનમાં રાકેશ ટીકેત પણ સમર્થન આપવા આવી રહ્યા છે. રાકેશ ટિકેત દ્વારા વીડિયો સંદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તેઓ 10મી તારીખથી ગાંધીનગર આવવા નીકળેલી ખેડૂતોની ન્યાય યાત્રામાં સમર્થન આપવા માટે આવવાની વાત કરી છે. રાકેશ ટિકેત 18મી ઓગસ્ટે ગાંધીનગર આવશે. વીડિયોમાં તેઓ બોલે છે કે, ખેડૂતોનો 18મી ઓગસ્ટે ગાંધીનગરમાં એક પ્રોગ્રામ છે, તેમાં અમે પણ જઈશું. જ્યાં પણ સત્તારૂઢ પાર્ટી છે, ત્યાં લોકો બંધનોમાં છે. ગુજરાતમાં લોકોને બોલવાની આઝાદી નથી.

ADVERTISEMENT

શું હતો મામલો?

બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ત્રણ દિવસ અગાઉ દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત અધિકારીઓની હાજરીમાં અટલ ભુજલ યોજનાને લઈ એક બેઠક મળી હતી અને જે બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતોને બોલાવાયા હતા. જોકે આ બેઠક પૂર્ણ થઈ તે બાદ ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીને કોઈ શખ્સએ બોલાચાલી કરી લાફો મારતો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં શખ્સ કહેતો હતો કે, તારે દર વખત કાર્યક્રમોમાં રજૂઆતો કરવી હોય છે તેવું કહી ઉશ્કેરાયા પછી શખ્સે લાફાનો વરસાદ કરી દીધો હતો. અમરાભાઈ ચૌહાણ નામના ખેડૂત પર આ પ્રકારે હુમલો બિલકુલ સહન કરી શકાય તેમ હતો નહીં જેને લઈને ખેડૂતોએ સરકાર સુધી આ વાતનો પડઘો પાડવાનું નક્કી કર્યું છે. ખેડૂતને આ શખ્સે ધારાસભ્ય કેશાજી ઠાકોરની સામે જ લાફા લગાવી દીધા હતા અને કેશાજીએ એક વખત પણ પોતાના ટેકેદારને અટકાવ્યો ન્હોતો તે વાત પણ ખેડૂતોને ખટકી હતી. આ વીડિયોએ સમગ્ર જિલ્લાના ખેડૂત આલમમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો. જોકે આ વીડિયોને લઈને ખેડૂતો દ્વારા આક્ષેપો કરાયા છે કે ખેડૂત આગેવાન પર હુમલો કરનાર શખ્સ દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણનો સમર્થક હતો અને તે બાદ ખેડૂતો દ્વારા ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માગ થઈ રહી છે. જોકે કહેવાતી આંદોલન અપ્રિય સરકાર આ ઘટનામાં કેવી રીતે એક્શન લે છે તેને જોવા માટે હવે ના માત્ર ગુજરાત પરંતુ દેશભરની નજર ગુજરાત તરફ લાગી છે.

    follow whatsapp

    ADVERTISEMENT