ભાઈજાનને મળવા માટે ફેન પગપાળા મુંબઈ જશે, 260 KM અંતર કાપશે
નવસારી : બોલિવૂડના સ્ટાર્સના અનોખા ફેન્સ જોવા મળતા હોય છે. કેટલાક તેમના હમશકલ હોય તો કેટલાક શાહરુખ, સલમાન કે રણબીરને મળવા માટે કઈપણ કરી છૂટવા…
ADVERTISEMENT
નવસારી : બોલિવૂડના સ્ટાર્સના અનોખા ફેન્સ જોવા મળતા હોય છે. કેટલાક તેમના હમશકલ હોય તો કેટલાક શાહરુખ, સલમાન કે રણબીરને મળવા માટે કઈપણ કરી છૂટવા માટે તૈયાર હોય. આવો જ એક સલમાન ખાનનો ફેન મુંબઈ ચાલતો જવા નીકળી પડ્યો છે. તેનું નામ તૈયબ શેખ મોબીન છે. 29 વર્ષીય આ ફેન લગભગ 260 કિલોમીટરનું અંતર કાપીને મુંબઈ જવા માટે રવાના થઈ ગયો છે. આ સમગ્ર યાત્રા તે પગપાળા કરશે, આની પાછળનું કારણ એ છે કે સલમાન ખાન માટે પણ આ એક યાદગાર ક્ષણ રહે.
નાનપણથી તે સલમાનને મળવા માગતો હતો..
મોબીનની વાત કરીએ તો નાનપણથી જ તે સલમાન ખાનને મળવા માગતો હતો. તે પ્લાસ્ટિક રિસાયકલિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તે સલમાન ખાનની તમામ ફિલ્મોનો શોખીન છે. તેમને જ મોબીન આદર્શ માને છે તથા મોટો પ્રશંસક છે. તેના પરિવારજનોને પણ આશા છે કે સલમાન ખાનને મળવાની તેની ઈચ્છા પૂરી થશે.
મોબીનને તેના મુબઈ સ્થિત એક કોરિઓગ્રાફર મિત્રએ સલમાન ખાન સાથે મુલાકાત કરાવી આપવાની વાત કરી હતી. ત્યારે મોબીન ખુબજ ખુશ થયો અને જીવનની આ ક્ષણને યાદગાર બનાવવા માટે તે પોતાના મનપસંદ ફિલ્મ સ્ટાર અને બોલીવુડના ભાઈજાન ને મળવા પગપાળા નીકળી પડ્યો છે. તેના પરિવારજનો અને મિત્રોએ કારમાં કે ટ્રેન દ્વારા મુંબઈ જવાની વાત કરી ત્યારે મોબીને કહ્યું કે વર્ષોથી જેની મુલાકાત લેવા માટે મેં આતુરતાથી રાહ જોઈ છે એ ક્ષણને હું આટલી સરળતાથી નહી પરતું સલમાન ખાનને પણ યાદ રહે એ રીતે યાદગાર બનાવવા માંગુ છું. તે માટે મુંબઈ બાંદ્રા સ્થિત સલમાના ખાનના ઘર સુધી 260 કિલોમીટર પગપાળા જવાનું પસંદ કરીશ.
With Input: રોનક જાની
ADVERTISEMENT
મહિલાએ ભગવાનની પત્ની હોવાનો દાવો કર્યો, પુજારી પર પણ થૂંકી; જાણો પછી શું થયું…
બેંગ્લોરનાં એક મંદિરનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આમાં, એક મંદિરનો કાર્યકર એક મહિલાને માર મારતો અને પછી તેને મંદિરની બહાર ઢસડતો જોઈ શકાય છે. મીડિયા અહેવાલો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 21 ડિસેમ્બરની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસે બાજ નજર રાખી છે. નોંધનીય છે કે અત્યારે પોલીસ સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ કડક પગલા લેવાઈ શકે એવા મીડિયા અહેવાલો મળી રહ્યા છે. એકબાજુ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે બીજીબાજુ તુક્કલોના કારણે સર્જાતી ગંભીર ઘટનાઓની પણ નોંધના પગલે આના વેચાણ સામે પણ પોલીસે લાલ આંખ કરી દીધી છે.
ADVERTISEMENT