પ્રેમ સંબંધનો ગજબ કિસ્સો! આપઘાત કરનારા પ્રેમી-પંખીડાના પરિવારે પ્રતિમા બનાવી લગ્ન કરાવ્યા
તાપી: ગુજરાતના તાપી જિલ્લામાં પ્રેમ સંબંધનો એક ગજબ કિસ્સો સામે આવ્યો છે. તાપીના નેવાળા ગામમાં પરિવારજનોએ પ્રેમ સંબંધ ન સ્વીકારતા યુવક અને યુવતીએ આપઘાત કરી લીધો…
ADVERTISEMENT
તાપી: ગુજરાતના તાપી જિલ્લામાં પ્રેમ સંબંધનો એક ગજબ કિસ્સો સામે આવ્યો છે. તાપીના નેવાળા ગામમાં પરિવારજનોએ પ્રેમ સંબંધ ન સ્વીકારતા યુવક અને યુવતીએ આપઘાત કરી લીધો હતો. જીવતા એક ન થઈ શકેલા આ પ્રેમીપંખીડાના મૃત્યુ બાદ પરિવારે તેમને એક કર્યા અને પ્રતિમા બનાવીને લગ્ન કરાવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદથી મુંબઈ જતા અમરેલીના પરિવારનો વડોદરા નજીક અકસ્માતઃ 3ના સ્થળ પર જ મોત
પ્રેમ સંબંધ મંજૂર ન હોવાથી પરિવાર ઠપકો આપ્યો હતો
વિગતો મુજબ, તાપીના નિઝરમાં આવેલા નેવાળા ગામમાં ગણેશ અને રંજના નામના યુવક-યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંનેએ પતિ-પત્ની તરીકે રહેવાનું નક્કી કર્યું હતું અને મનોમન એકબીજાને પરણી ગયા હતા. ગણેશ એક રાત્રે રંજનાને લઈને ઘરે ગયો હતો, જોકે તેના પિતાને આ સંબંધ મંજૂર ન હોવાથી તેમણે ઠપકો આપ્યો હતા. જેથી બંને પ્રેમી-પંખીડા ઘરેથી નીકળી ગયા અને આમલીના ઝાડ પર દોરડું બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.
ADVERTISEMENT
6 મહિના પહેલા પ્રેમી-પંખીડાએ આપઘાત કર્યો હતો
આ સમગ્ર બનાવ વર્ષ 2022માં ઓગસ્ટ મહિનામાં બન્યો હતો. જોકે હવે બંનેના મૃત્યુ બાદ તેમના પરિવારજનોએ તેને એક કરવાનું નક્કી કર્યું અને સંતાનોને એક કર્યા. તેમણે ગણેશ અને રંજનાની એક પ્રતિમા બનાવડાવી અને તેમના આદિવાસી રિત રિવાજ મુજબ લગ્ન કરાવ્યા. આમ જીવતા એક ન થઈ શકેલા પ્રેમી-પંખીડાને પરિવારે મૃત્યુ બાદ લગ્ન ગ્રંથિથી જોડીને એક કર્યા હતા અને તેમનું સપનું પૂરું કર્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT