અમદાવાદના શાહપુરમાં મકાનમાં આગ લાગતા પતિ-પત્ની અને બાળક ઊંઘમાં જ મોતને ભેટ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં છાસવારે આગના બનાવો બની રહ્યા છે. બે દિવસ પહેલા જ નારણપુરાની એક ખાનગી હોસ્પિટલમાં આગના બનાવમાં પતિ-પત્નીનું કરુણ મોત નિપજ્યું હતું. ત્યારે હવે શહેરના શાહપુર વિસ્તારમાં મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. જેમાં પતિ-પત્ની અને એક બાળકનું મોત નિપજ્યું હોવાની માહિતી મળી રહી છે. આખે આખો પરિવાર જ આગમાં ભૂંજાઈ જતા આસપાસના રહીશોમાં શોકનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: જનેતા બની હત્યારી: 2 માસની માસુમ બાળકીને માતાએ સિવિલના ત્રીજા માળેથી નીચે ફેંકી, ચોંકાવનારું છે કારણ

સવારે 4.30 વાગ્યે આગ લાગ્યાનું અનુમાન
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના શાહપુર વિસ્તારમાં ન્યુ એચ કોલોનીમાં આગનો બનાવ બન્યો હતો. જેમાં પતિ-પત્ની અને એક બાળકનું મોત થઈ ગયું છે. અનુમાન મુજબ સવારે 4.30 કલાકે આગ લાગી હતી, આગ સમયે પરિવાર ભર ઊંઘમાં હોવાથી તેમને બહાર નીકળવાની પણ તક નહોતી મળી અને અંદર જ તેમનું મોત થઈ ગયું. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. બીજી તરફ ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. હાલમાં તમામ મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ADVERTISEMENT

બે દિવસ અગાઉ નારણપુરાની હોસ્પિટલમાં આગ લાગી હતી
નોંધનીય છે કે, શનિવારના રોજ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઈ કેર નામની હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં પતિ અને પત્નીનું મોત નિપજ્યું હતું. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચતા હોસ્પિટલ આગની જ્વાળાઓમાં ઘેરાયેલું જોવા મળ્યું હતું. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવીને હોસ્પિટલમાં પ્રવેશ કર્યો ત્યારે પલંગ પર એક પુરુષ અને મહિલાનો મૃતદેહ મળ્યો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT