અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ હોવાનો કોલ મળતા દોડધામ, તપાસમાં પેસેન્જરે ફેક કોલ કર્યાના ઘટસ્ફોટ
અમદાવાદ: અમદાવાર એરપોર્ટ પર જીવતો બોમ્બ હોવાનો એક ફોન કોલ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. એરપોર્ટ પર CISFને બોમ્બ હોવાનો કોલ મળ્યો હતો. જે…
ADVERTISEMENT
અમદાવાદ: અમદાવાર એરપોર્ટ પર જીવતો બોમ્બ હોવાનો એક ફોન કોલ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. એરપોર્ટ પર CISFને બોમ્બ હોવાનો કોલ મળ્યો હતો. જે બાદ એરપોર્ટમાં દોડધામ મચી ગઈ હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે બાદમાં કોઈ પેસેન્જરે જ ફ્લાઈટમાં મોડો પડ્યો હોવાથી ખોટો કોલ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે આરોપી પેસેન્જરની ધરપકડ કરવામાં આવી હતી.
પેસેન્જરે જ નકલી ફોન કર્યો હોવાનું સામે આવ્યું
વિગતો મુજબ, અમદાવાદથી વાયા દિલ્હી થઈને ચંદીગઢ જતી ફ્લાઈટમાં ટિકિટનો વિવાદને લઈને પેસેન્જરે બોમ્બ હોવાનો કોલ કર્યો હતો. જેને પગલે બોમ્બ સ્ક્વોડે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જેમાં જાણ થઈ કે ફ્લાઈટ રોકવા માટે જ કોઈ વ્યક્તિએ ફોન કરીને આવી અફવા ફેલાવી હતી. ત્યારે પોલીસે ફેક કોલ કરનારા વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો.
અગાઉ પણ બોમ્બની ધમકીભર્યો પત્ર મળ્યો હતો
નોંધનીય છે કે, આ પહેલા 25મી જાન્યુઆરીએ પણ શહેરમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિત વિવિધ જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટ થવાનો હોવાનો ધમકી ભર્યો પત્ર મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે તપાસ કરતા મહિલાના પ્રેમમાં પાગલ એક તરફી પ્રેમીએ જ આ પત્ર લખ્યો હોવાનું ખૂલ્યું હતું. જેમાં આરોપીના પ્રેમની જાણ મહિલાના દિયરને થઈ ગઈ હતી, જેણે ધમકી આપતા બદલો લેવા યુવકે પત્ર લખ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT