રાજકોટના MLA નું બન્યું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, લોકોને કરી આ અપીલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: સોશિયલ મીડિયાનાના ઉપયોગ સાથે ગેરઉપયોગ વધુ થઈ રહ્યો છે. આ સાથે જ હવે અનેક લોકોના ફેક આઈડી તૈયાર કરી અને કોઈ પણ રીતે આર્થિક કે વ્યવહારિક હાનિ પહોંચાડતા હોય છે. આવા સંજોગમાં રાજકોટના  ભાજપના ધારાસભ્ય ડો. દર્ષિતા શાહનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવવામાં આવ્યું છે. જે ધ્યાને આવતા ડો. દર્ષિતા શાહે સોશિયલ મીડિયા મારફતે આઈડી ફોલો ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. અને આ મામલે સાઇબર ક્રાઇમની પણ મદદ લીધી છે.

ગુજરાત તકના માધ્યમથી કરી આ અપીલ 

રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહના ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મામલે ગુજરાત તકે તેમની સાથે વાત કરતાં કહ્યું હતું કે, સાયબર ક્રાઇમ બ્રાન્ચ માં ફરિયાદ નોંધાવી છે. તેમણે મારુ ફેક એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. ગુજરાત તકના માધ્યમથી તેમણે અપીલ કરી છે કે, કોઈ પણ વ્યક્તિએ મારા ફેક આઈડી સાથે કોઈ પણ વ્યવહાર ન કરવા વિનંત છે.  આ ઉપરાંત ડો. દર્શિતા શાહે પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને જણાવ્યુ છે કે, ઉપરોક્ત અકાઉન્ટ મારા નામે ફેક કોઇએ બનાવેલ છે. તેથી કોઇએ તેને ફોલો કરવું નહીં. તેમ જણાવ્યું હતું

ધારાસભ્ય દર્શિતા શાહે સંસ્કૃતમાં શપથ લીધા હતા
ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને આજે શપથ લેવડાવવામાં આવ્યા ત્યારે રાજકોટના દર્શિતાબેન શાહ સહિત સાત ધારાસભ્યોએ સંસ્કૃતમાં તથા એકે હિન્દીમાં શપથ લીધા હતા. રાજકોટ-69ના ધારાસભ્ય દર્શિતાબેન શાહ ઉપરાંત કુબેરભાઇ ડીંડોર, દર્શનાબેન દેશમુખ, અનિકેશ ઠાકર, કીરીટ પટેલ તથા અમીત ઠાકર દ્વારા સંસ્કૃતમાં શપથ લેવાયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT