Exit Polls: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુજરાતમાં કોની બનશે સરકાર? કોંગ્રેસના આવશે સારા દિવસ, BJP માટે 3 વર્ષ ભારે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની આવતીકાલે મતગણતરી યોજાવાની છે. ત્યારે સોમવારે મતદાન પૂરું થયા બાદથી એક્ઝિટ પોલના અનુમાન મુજબ ભાજપની જ ફરીથી જીત થતી દેખાઈ રહી છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચૂંટણીમાં આ વખતે કઈ પાર્ટીના ગ્રહો આગળ છે અને ફરીથી કઈ પાર્ટીને બહુમતી મળશે તેના પર નજર કરીએ.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુજરાતમાં કઈ પાર્ટી કેટલી સીટ આવશે?
જ્યોતિષશાસ્ત્રમાં Phd કરનારા ડો. હેમિલ લાઠીયાએ ગુજરાતમાં આ વખતે પણ ફરીથી ભાજપની જ સરકાર બની શકે છે. ભાજપની કુંડળી મુજબ, તેને 95થી 115 વચ્ચે સીટ આવી શકે છે. એટલે કે બહુમતી તો મળશે પરંતુ પાર્ટીનો જે 150 સીટનો ટાર્ગેટ હતો તેનાથી ખૂબ દૂર રહી શકે છે. કોંગ્રેસની વાત કરીએ તો ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરે યોજાઈ છે, જો ચૂંટણી જાન્યુઆરી પછી હોત તો કોંગ્રેસને વધુ સીટ મળી શકી હોત. પરંતુ હાલ મુજબ તેમને 70થી 80 સીટનું આવે તેવું અનુમાન છે. આમ આદમી પાર્ટીની કુંડળીમાં પણ ઘણા યોગ એવા છે જે વર્તમાન યોગ સાથે સુમેળ બનતા જોવા મળી છે. લોકોમાં ઊભા કરેલા લોક જુવાળનું ફળ તેમને આ વખતે મળી શકે છે. આ વખતે તેમને અંદાજે 6થી 8 સીટ આવી શકે છે.

ભાજપ, કોંગ્રેસ અને AAP માટે આગામી સમય કેવો?
જ્યારે પાર્ટીના ભવિષ્ય પર આગાહી કરતા ડો. હેમિલે કહ્યું કે, ભાજપ માટે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાથી અંદરો અંદર ખટપટ અને નારાજગી ધીમે ધીમે બહાર આવી શકે છે. ટોચની નેતાગીરીમાં વૈમનશ્ય સહન કરવું પડી શકે છે. 2023, 2024 અને 2025 ભાજપ માટે થોડા પરીક્ષાલક્ષી રહેશે. પક્ષના મોવડી મંડળને પણ પરિસ્થિતિ થાળે પાડવા મહેનત કરવી પડશે. કોંગ્રેસની કુંડળીમાં જાન્યુઆરીના અંતથી પરિસ્થિતિ સુધરે તેમ લાગું છે. 2023 જાન્યુઆરીથી કોંગ્રેસની સ્થિતિ મજબૂત થશે. તેમની નેતાગીરીમાં થોડો આત્મવિશ્વાસ વધશે, કામ કરવાનો જુસ્સો વધશે અને લોકો પણ કોંગ્રેસ તરફ વળશે. કોંગ્રેસ આયોજનબદ્ધ મહેનત કરશે તો તેનું ફળ તેવી શક્યતા છે. AAPમાં આ ચૂંટણીથી નવો આત્મવિશ્વાસ અને ઉત્સાહ આવશે અને તે નવી રીતે સક્રિય બને તેવા યોગ દેખાઈ રહ્યા છે. આમમાં પણ અંદર અંદર મતભેદ હશે તે સપાટી પર આવશે. જોકે એકંદરે હાલમાં પરિણામલક્ષી અને પ્રજાલક્ષી કામગીરી કરે તેમ દેખાઈ રહ્યું છે.

ADVERTISEMENT

નોંધનીય છે કે, ડો. હેમિલ લાઠીયાએ અગાઉ કેટલીક ભવિષ્યવાણીએ કરી હતી તે સાચી પડી ચૂકી છે. તેમણે 2017માં જ વિજય રૂપાણી પાંચ વર્ષ પૂરા નહીં કરે. જે 2021માં સાચી પડી હતી. સાથે જ તેમણે પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી જવાની પણ આગાહી કરી હતી, જે સાચી પડી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT