EXCLUSIVE: નર્મદા વિરોધી ટિપ્પણી મુદ્દે મેધા પાટકરનો અમિત શાહને વળતો જવાબ, કચ્છ કેનાલોની પોલ ખોલી!
ગોપી ઘાંઘર/અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મેધા પાટકરનું નામ અત્યારે સૌથી વધુ ચર્ચિત છે. રાજકારણમાં વહેતી અટકળો પ્રમાણે મેધા પાટકર આમ…
ADVERTISEMENT
ગોપી ઘાંઘર/અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મેધા પાટકરનું નામ અત્યારે સૌથી વધુ ચર્ચિત છે. રાજકારણમાં વહેતી અટકળો પ્રમાણે મેધા પાટકર આમ આદમી પાર્ટીના સંભવિત મુખ્યમંત્રી ચહેરા તરીકે પણ પસંદગી થઈ શકે છે. જોકે મેધા પાટકરે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે તેઓ રાજકારણમાં પ્રવેશ કરવાના નથી. તેવામાં અમિત શાહે એક કાર્યક્રમમાં મેધા પાટકરને નર્મદા વિરોધી કહ્યા હતા. જેનો વળતો જવાબ તેમણે ગુજરાત તક સાથેની વાતચીતમાં આપ્યો છે. એટલું જ નહીં આની સાથે કચ્છમાં નર્મદા પાણીના પુરવઠાથી લઈને ઈન્ડસ્ટ્રીઝ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું હતું…
ગામડાઓ જ નહીં શહેરના પછાત વિસ્તારોના વિકાસ માટે અમે સતત કાર્યરત- મેધા પાટકર
ગુજરાત તક સાથેની વાતચીતમાં મેધા પાટકરે વધુમાં જણાવ્યું કે અમે માત્ર ગામડાઓમાં જ વિકાસના કાર્યો હાથ ધર્યા નથી. શહેરોમાં પણ એવા ઘણા વિસ્તારો છે જે થોડા પછાત છે. અમે અહીં પણ મોટાપાયે કાર્યો કરતા આવ્યા છીએ. મુંબઈમાં જ્યારે 75 હજાર ઘરોને નષ્ટ કરાયા હતા એ મુદ્દાને ટાંકીને મેધા પાટકરે જણાવ્યું કે એ સમયે અમે સ્થાનિકોની મદદે આવ્યા હતા. અમે રૂરલ-અર્બન કહેવા જોઈએ.
અમિત શાહના નિવેદનનો વળતો જવાબ આપ્યો
મેધા પાટકરે અમિત શાહના નિવેદનનો વળતો જવાબ આપતા કહ્યું કે તે દેશના દિગ્ગજ નેતા છે. પ્રાથમિક તપાસ વિના આ પ્રમાણેની ટિપ્પણીઓ કરવી એમને શોભા આપતી નથી. આ એક હવાઈ આક્ષેપ જ છે. વળી અમે નર્મદા વિરોધી નથી પરંતુ અમે તેમના ભક્ત છીએ. નર્મદાના પ્રદુષણથી લઈને લોકો માટે આ પાણીનુ સેવન જોખમી હોવાનો મુદ્દો પણ મેધા પાટકરે ઉઠાવ્યો હતો. હવે અમે નર્મદા બંધથી લઈ વિવિધ મુદ્દે ખાલી પોતાનો મત રજૂ કરી રહ્યા છીએ, હવે આ સવાલ ઉઠાવવાને આતંકવાદ કહી શકાય?
મેધા પાટકરે કહ્યું હું ગાંધીજીના માર્ગે ચાલુ છું…
મેધા પાટકરે કહ્યું કે અમે મહાત્મા ગાંધી અને બાબા સાહેબ આંબેડકરના પદચિહ્નો પર ચાલીએ એવા કાર્યકર્તાઓ છીએ. અમે અહિંસા ઈચ્છિએ છીએ અને લોકોને મદદ કરવા માટે સદૈવ તત્પર રહીએ છીએ. અમે શસ્ત્રો લઈને લડવામાં માનતા જ નથી. અમે સંપૂર્ણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છીએ એટલે સતત અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અમને કઈ પાર્ટી સત્તામાં છે એનાથી કોઈ ફેર પડતો નથી. નક્સલાઈટ્સ પણ અમને પોતાનામાં નથી ગણતા તો અત્યારે જે અમારા પર આક્ષેપ લગાવાઈ રહ્યા છે એ કેવી રીતે અમે માની શકીએ.
ADVERTISEMENT
1994નો વાઈરલ વીડિયો વિશે મેધા પાટકરનો સણસણતો જવાબ
સોશિયલ મીડિયામાં મેધા પાટકરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે નર્મદાનું પાણી કચ્છ સુધી કેવી રીતે પહોંચે છે એના પર અમે નજર કરીશું. નોંધનીય છે કે અત્યારે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચી ગયું છે. ત્યારે મેધા પાટકર પર વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. જેના જવાબમાં મેધા પાટકરે દાવો કર્યો કે કચ્છમાં સામાન્ય જનતા સુધી તો હજુ પૂરતા પ્રમાણમાં પાણી પહોંચી શક્યું નથી. માત્ર દિગ્ગજ વેપારીઓને જ પાણીનો પૂરવઠો આપવો યોગ્ય ન ગણાય. છેલ્લા 10 વર્ષથી કચ્છનું પાણી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં જ જઈ રહ્યું છે. કચ્છના માઈનોર નેટવર્કનું હજુ સુધી નિર્માણ થઈ શક્યું જ નથી.ભારતીય કિસાન સંઘે પણ આ મુદ્દે ઘેરાવ કર્યો હતો કે જ્યાં સુધી નાની નાની કેનાલ નહીં બનાવાય ત્યાં સુધી ખેડૂતોને આનાથી જોઈએ એટલો લાભ થઈ જ નહીં શકે. સરકાર પાસે મેગા સિટી અને સેન્ટ્રલ વિસ્ટા જેવા પ્રોજેક્ટ માટે બજેટ છે પરંતુ આના માટે યોગ્ય કાર્યવાહી ન કરાતી હોવાનો આક્ષેપ કરાયો છે.
ADVERTISEMENT