પૂર્વ CM આનંદીબેનના પુત્રી અનાર પટેલની ‘ખોડલધામ નરેશ’ સાથે મુલાકાત, બેઠકમાં શું થઈ ચર્ચા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે રાજકીય નેતાઓ પણ વિવિધ સમાજોને પોતાની તરફ આકર્ષવામાં લાગ્યા છે. તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલે ખોડલધામના રાસોત્સવમાં હાજરી આપતા રાજકીય માહોલ ગરમાયો હતો. આ વચ્ચે હવે પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલે પણ ખોડલધામ જઈને નરેશ પટેલ સાથે બેઠક કરતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.

નરેશ પટેલ અને અનાર પટેલ વચ્ચે થઈ બેઠક
આનંદીબેન પટેલના પુત્રીના અચાનક જ ખોડલધામ પહોંચ્યા હતા અને તેમણે ત્યાં મંદિરમાં માથું ટેકવ્યું હતું. આ બાદ અનાર પટેલ અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે એક બેઠક પણ થઈ હતી. ચૂંટણી પહેલા જ બંને વચ્ચેની બેઠકથી અનેક અટકળો વહેતી થઈ છે.

નવરાત્રી હોવાથી માતાજીના દર્શને આવ્યા હતા?
જોકે ખોડલધામના સૂત્રો મુજબ, નવરાત્રીનો તહેવાર ચાલતો હોવાથી અનાર પટેલ માતાજીના દર્શને આવ્યા હતા. તેમની આ મુલાકાતનો કોઈ રાજકીય મતલબ નહોતો અને આ પ્રકારની કોઈ ચર્ચા પણ કરવામાં આવી નહોતી.

ADVERTISEMENT

તાજેતરમાં કેજરીવાલે પણ ખોડલધામની મુલાકાત લીધી હતી
નોંધનીય છે કે, ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ જંપ લાવી રહી છે. તમામ પક્ષો પાટીદાર મતદારોને પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. કેજરીવાલે શનિવારે જ ખોડલધામના ગરબા કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે બાદ આનંદીબેનના દીકરી અનાર પટેલ ખોડલધામની મુલાકાતે આવતા તેઓ કોઈ ખાસ મેસેજ લઈને આવ્યા હતા કે કેમ તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT