આંદોલનો વચ્ચે ઘેરાયેલી સરકારને રાહત મળી, S.T કર્મચારીઓ બાદ પૂર્વ સૈનિકોએ પણ આંદોલન પરત ખેંચ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ચૂંટણી પહેલા ગુજરાત સરકાર સામે વિવિધ સંગઠનોએ પોતપોતાની માંગને લઈને બાંયો ચઢાવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી આ આંદલનો સરકારના માથાનો દુઃખાવો બન્યા હતા. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે થોડી રાહતની ખબર આવી છે. એસ.ટી કર્મચારીઓ બાદ હવે માજી સૈનિકોએ પણ પોતાનું આંદોલન પરત ખેંચ્યું છે. લાંબા સમયથી ગાંધીનગર સચિવાલય ખાતે માજી સૈનિકો ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. તેમની માગણીને લઈને સરકારે પાંચ સભ્યોની સમિતિ બનાવતા માજી સૈનિકોએ પોતાનું આંદોલન પરત ખેંચ્યું છે.

એસ.ટીના કર્મચારીઓએ પણ આંદોલન સમેટ્યું
બીજી તરફ એસ.ટી વિભાગના કર્મચારીઓએ પણ તેમની વર્ષો જૂની પડતર માગણીનું સુખદ સમાધાન થતા આંદોલન સમેટ્યું હતું. વાહન વ્યવહાર કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં એસ.ટી.ના કર્મચારી યુનિયનોના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં 25 વર્ષ જેટલા જૂના વિવિધ પડતર પ્રશ્નો પર 7 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. મેરેથોન ચર્ચાના અંતે વિવિધ પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ થતાં કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

ADVERTISEMENT

માજી સૈનિકોની શું છે માંગણી ?
શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય
શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી
શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન
ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્માકર
શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા
વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ
માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવાના નિયમનો ચુસ્ત અમલ
રહેણાક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ
દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ
કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ
હથિયાર લાયસન્સ રિન્યુ કરવા અને નવા લાયસન્સ લેવા તાત્કાલિક કાર્યવાહી
માજી સૈનિકના સામાજિક પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક નિરાકરણ
સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ
ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી
સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક
ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત
માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો
માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવે

અગાઉ રાજ્ય સરકારે પાંચ માંગણી સ્વીકારી હતી
શહીદ જવાનના પરિવારને 1 કરોડની સહાય આપવી.
શહીદ જવાનાના બાળકોને રૂ.5 હજાર શિક્ષણ સહાય આપવી.
શહીદ જવાનના માતા-પિતાને માસિક રૂ.5 હજારની સહાય આપવી.
અપંગ જવાનના કિસ્સામાં 2.5 લાખની આર્થિક સહાય અથવા મહિને 5 હજારની સહાય આપવી
અપરણિત શહીદ જવાનના કિસ્સામાં માતા-પિતાને રૂ.5 લાખની સહાય આપવી

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ/દુર્ગેશ મહેતા)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT