જુના સચિવાલયમાં લાગેલી આગમાં પણ રાજકારણ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાજ હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતની સત્તા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાજ હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતની સત્તા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. આ દરમિયાન ગુજરાતમાં બનતી કોઈ પણ ઘટના પર કેન્દ્રમાં પડઘા પડી રહ્યા છે. આ દરમિયાન ગાંધીનગર જુના સચિવાલયમાં લાગેલ આગ મામલે કોંગ્રેસે ટ્વિટ કરી કહ્યું કે, ભાજપને સત્તામાંથી જવાનો અંદેશો આવી ગયો છે.
ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. બ્લોક 16ના બીજા માળે આવેલી સરકારી ઓફિસમાં સવારે આગ લાગી હતી. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને લગભગ 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આગમાં ઘણી ફાઈલો બળીને રાખ થઈ ગઈ હતી. આગની ઘટનાને લઈને કોંગ્રેસે આકરી ટીકા કરી છે. કોંગ્રેસે આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે.
કોંગ્રેસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આગની ઘટનાનો વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું, “ગુજરાતમાં સરકારી ફાઈલો સળગવા લાગી. ગુજરાતના જૂના સચિવાલયમાં આજે આગ લાગી હતી. ચૂંટણી પહેલા લાગેલી આગ દર્શાવે છે કે ભાજપને સત્તામાંથી જવાનો અંદેશો આવી ગયો છે. આ ગભરાટમાં 27 વર્ષના ભ્રષ્ટાચારની ફાઈલો સળગી રહી છે.”
ADVERTISEMENT
…और गुजरात में जलने लगी सरकारी फाइलें।
गुजरात के पुराने सचिवालय में आज आग लग गई। चुनाव से ठीक पहले आग लगना बताता है कि BJP को सत्ता जाने की भनक लग गई है।
इसी घबराहट में 27 साल के भ्रष्टाचार की फाइलें जला रहे हैं। pic.twitter.com/U3E9fyL5r6
— Congress (@INCIndia) October 14, 2022
બીજી તરફ ભારતીય યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવીએ ટ્વીટ કરીને લખ્યું કે, “27 વર્ષના ભ્રષ્ટાચારના સાક્ષી ગુજરાતની ફાઇલો સળગાવવાની શરૂઆત થઈ ગઈ છે. આ સળગતી ઇમારત ગુજરાતનું જુનું સચિવાલય છે, જ્યાં સરકારી ફાઇલો રાખવામાં આવી હતી. આ એક સંયોગ હતો કે પ્રયોગ?”
ADVERTISEMENT
27 सालों के भ्रष्टाचार की गवाह Gujarat Files को जलाने की शुरुआत हो चुकी है।
धू-धूकर जल रही ये इमारत गुजरात का पुराना सचिवालय है, जहां सरकारी फाइल्स रखी हुई थी। ये सयोंग था या फिर प्रयोग?? pic.twitter.com/79Lmiu4WVd
— Srinivas BV (@srinivasiyc) October 14, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT