17 બેઠકો આવવા છતાં કોંગ્રેસ વિધાનસભા ગૃહમાં વિપક્ષમાં કેવી રીતે બેસી શકશે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળતા વિધાનસભામાં વિપક્ષનું પદ પણ ન મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે 1985માં ગુજરાતમાં જ સ્વ.ચિમનભાઈ પટેલની સરકારે 14 ધારાસભ્યો હોવા છતાં વિપક્ષના નેતા તરીકેનું પદ મળ્યું હતું. હકીકતમાં લોકસભામાં વિપક્ષના નેતાના પદ માટે બીજાક્રમની સૌથી મોટી પાર્ટી અને સંસદની કુલ બેઠકોના 10 ટકા સાંસદો હોવું અનિવાર્ય છે, જોકે ગુજરાત વિધાનસભામાં આવો નિયમ નથી. એટલે કે કોંગ્રેસને વિપક્ષના પદ માટે કોઈ વાંધો આવે તેવી શક્યતા જણાતી નથી.

1985માં સ્વ.ચીમનભાઈ 14 સીટ મળવા છતાં વિપક્ષને નેતા હતા
સંસદિય બાબતોના જાણકાર મુજબ, ગુજરાતમાં નિયમ કે કાયદો નથી, પરંતુ વિધાનસભામાં કામકાજની કાર્યવાહીમાં અગાઉના અધ્યક્ષોએ કુલ 10 ટકા ધારાસભ્યો હોવાનું ઠેરવ્યું હતું, જે મુજબ 19 ધારાસભ્યોનું ધોરણ નિયત કર્યું હતું, પરંતુ 1985માં વિપક્ષનું સંખ્યાબળ ન હોવા છતાં સ્વ.ચીમનભાઈ પટેલને વિપક્ષના નેતા તરીકેની માન્યતા મળી હતી. પરંતુ વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું હોવાથી તેનો પ્રશ્નો પૂછવાના અધિકાર, સરકારી કાયદો ઘડવાના મુસદ્દાઓ બાબતે ચર્ચાઓના સમયમાં કાપ આવી શકે છે.

કોંગ્રેસના 14.12 ટકા વોટ શેર ઘટ્યા, AAPના 12.92 ટકા વધ્યા
ગુજરાતની 182 બેઠકોમાંથી બે બેઠકો પર ભાજપ અને કોંગ્રેસનું જીતનું માર્જિન 500થી 1000 મત વચ્ચે હતું. અહીં AAPએ બંને પાર્ટીના વોટ તોડ્યા છે. કોંગ્રેસના 14.12 ટકા વોટશેર ઘટતા જ સીધી 60 બેઠકો ઘટી ગઈ, જ્યારે ભાજપને 3.4 ટકા વોટશેર વધ્યા અને બેઠકોમાં 57 સીટનો ફાયદો થયો. જ્યારે સોશિયલ મીડિયામાં હવા ઊભી કરનારી આમ આદમી પાર્ટીએ 12.92 ટકા વોટશેર મેળવ્યો અને 5 સીટ જીતી.

ADVERTISEMENT

કઈ પાર્ટીને કેટલા મત મળ્યો?
ગુજરાતની ચૂંટણીમાં 156 સીટો જીતનારી ભાજપને 1.67 કરોડ વોટ અને 52.50 ટકા વોટ શેર મળ્યો છે. જ્યારે કોંગ્રેસને 86.83 લાખ વોટ, આમ આદમી પાર્ટીને 41.12 લાખ વોટ, નોટાને 5.01 લાખ વોટ જ્યારે અન્યને 13.81 લાખ વોટ મળ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT