Elections Analysis: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તમામ પરિણામો જુઓ એક કિલક પર

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિકેત સંઘાણી , અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આજે સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે.  ત્યારે ગુજરાતની સત્તાનું સંઘર્ષ ખૂબ જ રસપ્રદ રહ્યું છે.  ગુજરાત બૃહદ મુંબઈથી અલગ થઈ અને ગુજરાતની સ્થાપન થઈ હતી અને ત્યારે  ગુજરાતની પહેલી વિધાનસસભાની શરૂઆત થઈ હતી. ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી 1962માં થઈ હતી. ગુજરાતની સ્થાપના દરમિયાન કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. પરંતુ કોંગ્રેસની પકડ ત્યારબાદ થોડી ઢીલી પાડવા લાગી છે. છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તા વનવાસ પર છે. 2022ની ચૂંટણી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ખૂબ ખાસ માનવામાં આવી રહી છે. ભાજપ 2024ની લોકસભાની ચૂંટણીને કેન્દ્રમાં રાખી ચૂંટણી લડશે. કોંગ્રેસનો ઓપ્શન આમ આદમી પાર્ટી ન બને તે માટે ચૂંટણી લડશે. જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાતમાં સરકાર બનાવવા એડી ચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે ગુજરાતની ચૂંટણીનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. જાણો ગુજરાતની તમામ ચૂંટણીના પરિણામ.

વર્ષ 1962ની ચૂંટણી
વર્ષ 1962માં ગુજરાત વિધાનસભાની પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી.આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની કુલ 154 બેઠક હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો.
ચૂંટણીના પરિણામ
  • કોંગ્રેસ- 112
  • સ્વતંત્ર પક્ષ- 26
  • પ્રજા સોસિયલ પાર્ટી- 7
  • નૂતન મહાગુજરાત જનતા પરિષદ- 1
  • અપક્ષ 7
વર્ષ 1967ની ચૂંટણી
વર્ષ 1967 માં ગુજરાત વિધાનસભાની બીજી ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની કુલ  168 બેઠક હતી. કોંગ્રેસ અને સ્વતંત્ર પક્ષનો દબદબો જોવા મળ્યો હતો.
ચૂંટણીના પરિણામ
  • કોંગ્રેસ- 93
  • સ્વતંત્ર પક્ષ- 66
  • પ્રજા સોસિયલિસ્ટ પાર્ટી- 3
  • ભારતીય જન સંઘ- 1
  • અપક્ષ- 5
વર્ષ 1972ની ચૂંટણી
વર્ષ 1972માં ગુજરાત વિધાનસભાની ત્રીજી ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની કુલ  168 બેઠક હતી. આ ચૂંટણીના પરિણામ કોંગ્રેસ તરફી રહ્યું હતું.
ચૂંટણીના પરિણામ
  • કોંગ્રેસ- 140
  • કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા- 1
  • કોંગ્રેસ (ઓ)-16
  • ભારતીય જન સંઘ- 3
  • અપક્ષ- 8
વર્ષ 1975ની ચૂંટણી
વર્ષ 1975માં ગુજરાત વિધાનસભાની ચોથી ચૂંટણી યોજાઇ હતી આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની કુલ  182 બેઠક હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ (આઈ) અને કોંગ્રેસ (ઓ) વચ્ચે ટકકર જોવા મળી હતી.
ચૂંટણીના પરિણામ
  • કોંગ્રેસ- 75
  • સમાજવાદી પાર્ટી- 2
  • ભારતીય લોક દળ-2
  • ભારતીય જન સંઘ – 18
  • કોંગ્રેસ (ઓ)-58
  • રાષ્ટ્રીય મજદૂર પક્ષ- 1
  • કિમલોપ- 12
  • અપક્ષ- 16
વર્ષ 1980ની ચૂંટણી
વર્ષ 1980માં ગુજરાત વિધાનસભાની પાંચમી ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની કુલ  182 બેઠક હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો.
ચૂંટણીના પરિણામ
  • કોંગ્રેસ-141
  • ભાજપ- 9
  • જનતા પાર્ટી- 21
  • જનતા પાર્ટી સેક્યુલર/- 1
  • અપક્ષ- 10
વર્ષ 1985ની ચૂંટણી
વર્ષ 1985માં ગુજરાત વિધાનસભાની છઠી ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની કુલ  182 બેઠક હતી. આ ચૂંટણીના પરિણામનો રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી. ગુજરાતના ઇતિહાસમાં કોંગ્રેસે 149 બેઠક જીતી છે તે રેકોર્ડ આજ સુધી કોઈ તોડવામાં સફળ રહ્યું નથી.
ચૂંટણીના પરિણામ  
  • કોંગ્રેસ-149
  • ભાજપ- 11
  • જનતા પાર્ટી- 14
  • અપક્ષ- 08
વર્ષ 1990ની ચૂંટણી
વર્ષ 1990માં ગુજરાત વિધાનસભાની સાતમી ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની કુલ  182 બેઠક હતી.
ચૂંટણીના પરિણામ
  • કોંગ્રેસ- 33
  • ભાજપ- 67
  • જનતા દળ- 70
  • યુવા વિકાસ પાર્ટી- 1
  • અપક્ષ- 11
વર્ષ 1995ની ચૂંટણી
વર્ષ 1995માં ગુજરાત વિધાનસભાની આઠમી ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની કુલ  182 બેઠક હતી.
ચૂંટણીના પરિણામ
  • કોંગ્રેસ- 45
  • ભાજપ- 121
  • અપક્ષ- 16
વર્ષ 1998ની ચૂંટણી
વર્ષ 1998માં ગુજરાત વિધાનસભાની નવમી ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની કુલ  182 બેઠક હતી.
ચૂંટણીના પરિણામ  
  • કોંગ્રેસ- 53
  • ભાજપ- 117
  • જનતા દળ- 4
  • ઓલ ઈન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટી- 4
  • સમાજવાદી પાર્ટી- 1
  • અપક્ષ- 03
વર્ષ 2002ની ચૂંટણી
વર્ષ 2002માં ગુજરાત વિધાનસભાની દસમી ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની કુલ  182 બેઠક હતી.
ચૂંટણીના પરિણામ
  • કોંગ્રેસ- 51
  • ભાજપ- 127
  • જનતા દળ (યુ)- 2
  • અપક્ષ- 02
2007ની ચૂંટણી
વર્ષ 2007માં ગુજરાત વિધાનસભાની અગ્યારમી ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની કુલ  182 બેઠક હતી.
ચૂંટણીના પરિણામ
  • કોંગ્રેસ- 59
  • ભાજપ- 117
  • એનસીપી- 3
  • જનતા દળ (યુ)- 1
  • અપક્ષ- 02
વર્ષ 2012ની ચૂંટણી
વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની બારમી  ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની કુલ  182 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત  રહ્યો છે. ભાજપે ફરી એક વાર સરકાર બનાવી
ચૂંટણીના પરિણામ
  • ભાજપ- 119
  • કોંગ્રેસ- 57
  • ગુજરાત પરિવર્તન પાર્ટી- 2
  • એનસીપી- 2
  • જનતા દળ (યુ)- 1
  • અપક્ષ- 01

વર્ષ 2017ની ચૂંટણી
વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની તેરમી ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની કુલ  182 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. અનેક આંદોલનોની અસર ચૂંટણી પરિણામ પર જોવા મળી હતી પરંતુ ભાજપે ફરી એક વાર સરકાર બનાવી

ચૂંટણીના પરિણામ
  • ભાજપ- 99
  • કોંગ્રેસ- 77
  • આમ આદમી પાર્ટી- 00
  • બિટીપી-2
  • એનસીપી- 1
  • અપક્ષ- 03

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT