ખંભાળિયા બેઠક પર થશે ખરાખરીનો ખેલ, હાઇ પ્રોફાઇલ બેઠકનું જાણો શું છે ઇતિહાસ અને સમીકરણ
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આખરી તૈયારીઑ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓનો ગુજરાતમાં સભાઑ ગજાવી રહ્યા છે.…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આખરી તૈયારીઑ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓનો ગુજરાતમાં સભાઑ ગજાવી રહ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પૂર જોશ સાથે મેદાને છે. ગુજરાતમાં ત્રિ-પાંખિયા જંગના ચોગઠા ગોઠવવામાં આવી રહ્યા છે. મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા વિધાનસભા બેઠકનું મહત્વ વધુ રહેશે. ખંભાળિયા બેઠક અચાનક હાઇપ્રોફાઇલ બની છે. જેનું કારણ છે. આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી પદનો ચહેરા તરીકે ઇસુદાન ગઢવીને જાહેર કર્યા છે. અને ઇસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આ બેઠક પર તમામ લોકોની નજર રહેશે.
દેવભૂમિ દ્વારકાનો મહત્ત્વનો તાલુકો એટલે ખંભાળિયા. આને જિલ્લાનું મુખ્યમથક તરીકે પણ ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે 182 વિધાનસભામાંથી ખંભાળિયા બેઠકનો ક્રમાંક 81 છે. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયા વિસ્તારમાંથી 59.89% મતદાન થયું હતું.
2013માં અલગ જિલ્લો બન્યો
2013માં દેવભૂમિ દ્વારકાને અલગ જિલ્લો કરવામાં આવતા ખંભાળિયાને આ જિલ્લામાં સમાવવામાં આવ્યું હતું. 1995થી 2012 સુધી આ બેઠક પર ભાજપનો દબદબો હતો. 2014માં પુનમ માડમ સાંસદ બનતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ બેઠક ભાજપના હાથમાંથી ગઇ હતી. 2017માં પણ આ બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો હતો.
ADVERTISEMENT
જાતિગત સમીકરણ
ખંભાળિયા બેઠક પર લગભગ 7 ટકા વસ્તી SC અને ST સમુદાયની છે. ખંભાળિયામાં જાતિ અને ધર્મના આધારે મુખ્ય સમુદાયો આહીર, જાડેજા, મુસ્લિમ, ચારણ, રબારી, ભરવાડ અને મહેર છે. આ જાતિના મતદારોનો પ્રભાવ અહીં વધુ જોવા મળે છે.
શા માટે આ બેઠક હાલ ચર્ચામાં?
આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યમમંત્રી ચેહરો ઇસુદાન ગઢવી મેદાને ઉતરી ચૂક્યા છે. જેના કારણે આ બેઠક હાઇ પ્રોફાઇલ બની છે.આ ઉપરાંત સાંસદ પૂનમ માડમનો મત વિસ્તાર હેઠળ ખંભાળિયા બેઠક આવે છે. ભાજપ 150થી વધુ મેળવવા માટે લડી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લો કબજે કરવા માટે ઉતરશે. જયારે આમ આદમી પાર્ટી આ બેઠક માટે મેદાને ઉતરશે ત્યારે મતોનું વિભાજન થશે અને ભાજપને આ બેઠક ફરી પછી મેળવવા માટે મોકો રહેશે.આમ આદમી પાર્ટી માટે આ બેઠક જીતવી ખૂબ જરૂરી બને છે.
ADVERTISEMENT
1972થી આહીર સમાજનું વર્ચસ્વ
આહિરોનું વર્ચસ્વ 1972 માં શરૂ થયું હતું જ્યારે અપક્ષ ઉમેદવાર હેમંત માડમે નકુમને હરાવ્યાં હતા. હેમંત માડમની પુત્રી પૂનમ માડમ હાલ જામનગરથી ભાજપના સાંસદ છે. હેમંત મેડમે અપક્ષ તરીકે ત્રણ વખત આ બેઠક જીતી હતી – 1975, 1980 અને 1985. 1990માં હેમંત માડમ મેદાનમાં ન હતા ત્યારે જ કોંગ્રેસ ખંભાળીયા પરત જીતવામાં સફળ રહી હતી અને ભાજપ આ મતવિસ્તારમાંથી પ્રથમ વખત ચૂંટણી લડી હતી.
1993માં હેમંત માડમનું અવસાન થયું હતું અને ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતા ભાજપે 1995માં જેસા ગોરિયાએ રણમલને હરાવ્યા ત્યારે પ્રથમ વખત આ બેઠક જીતી હતી. 1998, 2002, 2007 અને 2012માં વિધાનસભાની ચૂંટણી જીતીને ભાજપે બે દાયકા સુધી આ બેઠક પર મજબૂત પકડ જાળવી રાખી હતી. 2017 કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ વિજેતા થયા આમ ભાજપ તરફથી વિજેતા અને કોંગ્રેસ તરફથી વિજેતા તથા તેમના મુખ્ય હરીફો આહિર હતા.
ADVERTISEMENT
મત વિસ્તાર
ખંભાળિયા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 81મા નંબરની બેઠક છે. આ બેઠક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જામનગર છે. આ બેઠકમાં ખંભાળિયા તાલુકા અને ભાણવડ તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક સમયે આ વિસ્તાર જામનગર જિલ્લાનો ભાગ હતો. ખંભાળિયા બેઠકમાં જોગરા, માનપર, ચોખંડા, ભોરિયા, ભાંગોલ, શેઠાળ, બોડકી, ફોટડી, ધારાગર, વણવડ, કાટકોલા, કૃષ્ણગઢ ગામ આવેલા છે.
2017નું ગણિત
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારકાળુભાઇ ચાવડા આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ મેદાને હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવારને 50.19% એટલેકે 4645 મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 42.84% મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ વિજેતા થયા હતા.
મતદાર
ખંભાળિયા વિધાનસભા જનરલ છે. આ સીટ પર 302655 મતદારો નોંધાયા છે. જેમાંથી 154622 પુરુષ મતદારો તથા 148027 મહિલા મતદારો અને અન્ય 6 મતદારો છે.
ટિકિટ કપાતા કોંગ્રેસના આ નેતા થયા નારાજ
ટિકિટ કપાતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા અને તેમના સમર્થકો ભાજપમાં જોડાયા છે. વર્ષ 2014માં ખંભાળિયા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના મેરામણ ગોરીયા સામે ભાજપના મુળુભાઈ બેરા સામે હતા. ત્યારે મેરામણ ગોરીયાની જીત થઈ હતી. અને આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા છે ત્યારે કોંગ્રેસથી નારાજ મેરામણ ગોરીયા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.
2022નું મેદાન
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા વિધાનસભા બેઠક સમગ્ર રાજ્યમાં ઉત્તેજનાસભર બની રહી છે. અહીં ભાજપ-કોંગ્રેસના સક્ષમ આગેવાનો ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી સાથે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. કોંગ્રેસ અને ભાજપના નેતા વિક્રમભાઈ માડમ તથા મુળભાઈ બેરા વચ્ચે વીસ વર્ષ પછી પુનઃ ચૂંટણી જંગ થશે.
ભાજપ- મુળુભાઈ બેરા
કોંગ્રેસ- વિક્રમ માડમ
આપ- ઇસુદાન ગઢવી
અપક્ષ- નાગેશ કરશન
AIMIM- યાકુબ બુખારી
બસપા- ગોવિંદ સોલંકી
અપક્ષ- નૂરમામદ પરિયાણી
અપક્ષ- ઈબ્રાહીમ ધાવડ
અપક્ષ- વાલા મકવાણા
અપક્ષ- મંજુબેન પિંગલ
ગુજરાત નવનિર્માણ સેના- છેતરિયા લખુભાઈ
કોનું પલડું રહ્યું ભારે
1962- કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હરિલાલ નકુમ વિજેતા થયા.
1967- SWA પક્ષના ઉમેદવાર બી.વી. બારાઇ વિજેતા થયા
1972- અપક્ષ ઉમેદવાર હેમંતભાઈ માડમ વિજેતા થયા
1975- અપક્ષ ઉમેદવાર હેમંતભાઈ માડમ વિજેતા થયા
1980- અપક્ષ ઉમેદવાર હેમંતભાઈ માડમ વિજેતા થયા
1985- અપક્ષ ઉમેદવાર હેમંતભાઈ માડમ વિજેતા થયા
1990- ભાજપના ઉમેદવાર વારોતરીયા રણમલ વિજેતા થયા
1995- ભાજપના ઉમેદવાર જેસાભાઈ ગોરીયા વિજેતા થયા
1998- ભાજપના ઉમેદવાર કારૂભાઇ ચાવડા વિજેતા થયા
2002- ભાજપના ઉમેદવાર કારૂભાઇ ચાવડા વિજેતા થયા
2007- ભાજપના ઉમેદવાર મેઘજી દયા કણઝારીયા વિજેતા થયા
2012- ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ વિજેતા થયા
2014 પેટા ચૂંટણી – કોંગ્રેસના ઉમેદવાર મેરામણ આહીર વિજેતા થયા
2017- કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ વિજેતા થયા
ADVERTISEMENT