ગારીયાધાર બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ સીટનો રાજકીય ઇતિહાસ
અમદાવાદ: ભાજપ અને કોંગ્રેસની લડાઈ વચ્ચે હવે મતોનું વિભાજન કરવા અને સત્તાની આશા લઈ આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે . ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી…
ADVERTISEMENT
અમદાવાદ: ભાજપ અને કોંગ્રેસની લડાઈ વચ્ચે હવે મતોનું વિભાજન કરવા અને સત્તાની આશા લઈ આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે . ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે ત્યારે હવે ભાજપના ગુજરાતમાં મૂળિયાં મજબૂત થઈ ચૂક્યા છે. ભાજપને સત્તાથી દૂર કરવા કોંગ્રેસ રણનીતિ ઘડી રહી છે. ત્યારે ગારીયાધાર બેઠક ભાજપ પાસેથી લઈ લેવા રાજકીય પક્ષો મેદાને છે. ત્યારે આ જંગમાં જનતા કોને વિધાનસભાનો માર્ગ બતાવશે અને કોને હારનો સ્વાદ ચાખડશે તે જોવાનું રહ્યું.
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી ભાવનગર જિલ્લામાં 7 વિધાનસભાની બેઠકો આવેલી છે. આ 7 બેઠક માંથી 6 બેઠક પર ભાજપ નેતૃત્વ કરી રહી છે જયારે 1 બેઠક પર કોંગ્રેસ નેતૃત્વ કરી રહી છે. ગારીયાધાર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો વર્ષ 2012થી નવા સીમાંકન બાદ કોંગ્રેસે ખાતું પણ ખોલાવ્યું નથી.
અમરેલી લોકસભા ક્ષેત્રનું ગામ
ગારીયાધાર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 101 નંબરની બેઠક છે. ભાવનગર જિલ્લામાં આવતું ગારીયાધાર અમરેલી લોકસભા ક્ષેત્રમાં આવે છે.
ADVERTISEMENT
ધાર્મિક મહત્વ
સંતોની ભૂમી તરીકે ગારીયાધારપ્રખ્યાત છે. ગારીયાધાર તાલુકામાં આવેલા વિરડી ગામે જગતપીરની પવિત્ર જગ્યા આવેલી છે, જ્યાં ધુળેટીના દિવસે વિશાળ મેળો ભરાય છે. ગારીયાધાર તાલુકામાં વાલમપીર બાપાની પ્રખ્યાત જગ્યા આવેલી છે. ગારીયાધારમાં દર વર્ષે વાલમપીર બાપાની રથયાત્રા નીકળે છે. ગારીયાધાર તાલુકામાં આવેલુ રુપાવટી ગામ સંત શામળાબાપાનું જન્મસ્થળ છે.
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી ભાવનગર જિલ્લામાં 7 વિધાનસભાની બેઠકો આવેલી છે. આ 7 બેઠક માંથી 6 બેઠક પર ભાજપ નેતૃત્વ કરી રહી છે જયારે 1 બેઠક પર કોંગ્રેસ નેતૃત્વ કરી રહી છે. ગારીયાધાર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો નવા સીમાંકન બાદ આ બેઠક અસ્તિત્વમાં આવી. વર્ષ 2012થી બેઠક ક્રમાંક 101થી આ સીટ ઓળખાય છે. નવા સીમાંકન બાદ આ બેઠક પર 2 વખત ચૂંટણી યોજાઈ છે. કોંગ્રેસ આ બેઠક પર હજુ સુધી કોંગ્રેસ ખાતું ખોલવામાં સફળ રહી નથી. જયારે ગારીયાધારની જનતાએ ભાજપને બન્ને વખત નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે.
ADVERTISEMENT
ગારીયાધારની સેવનો દબદબો
ગારીયાધારની ફરસાણની વસ્તુઑ પણ પ્રખ્યાત છે. ગારીયાધાર ની કળી(સેવ) દેશભરમાં પ્રખ્યાત છે, રોજબરોજ મોટી સંખ્યામાં કળી બની ને દેશભર માં મોકલવામાં આવે છે.
ADVERTISEMENT
વ્યવસાય
ગારીયાધાર તાલુકામાં કૃષિલક્ષી વસ્તી વધારે આવેલી છે. આ તાલુકામાં ગ્રામ્યે વિસ્તારરથી ડેવલોપ થયેલો તાલુકો છે. સુકી ખેતીના આધારે અહીના લોકો હીરા ઉધોગમાં સુરત શહેર સાથે સંકળાયેલા છે.
મતદાર
ગારીયાધાર બેઠક પર કુલ 228799 મતદારો છે. જેમાંથી 117459 પુરુષ મતદારો છે જયારે 111340 સ્ત્રી મતદારો છે અને અન્ય 0 મતદાર છે.
2017નું સમીકરણ
ગરીયાધાર બેઠકનું મતદાન પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બરના રોજ થયું હતું. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 19 પુરુષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા, તો 4 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક પાછા ખેંચ્યા હતા. ગારીયાધાર બેઠક પર વર્ષ 2017માં કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ચૂકી હતી.
2017માં આ બેઠક પર કુલ 55.31% મતદાન થયું હતું. ભાજપે આ બેઠક માટે કેશુભાઈ નાકરાણીને મેદાને ઉતાર્યા હતા અને કોંગ્રેસે પરેશભાઈ ખેનીને મેદાને ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ મતદાનના 44.69% એટલેકે 50,635 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવારને 43.03% એટલેકે 48,759 મત મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીએ બાજી મારી હતી. 2017માં આ બેઠક માટે 12 ઉમેદવારો મેદાને રહ્યા હતા.
2000થી ઓછી લીડ થી થઈ હાર-જીત
ગારીયાધાર વિધાનસભા સીટ પર વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના કેશુભાઈ નાકરાણીની જીત થઈ હતી. તેમણે કુલ 50 635 વોટ મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ખેનીને 48, 759 વોટ મળ્યા હતા.આમ આ બેઠક પર હાર જીતનું અંતર 1,876 વોટનું રહ્યું હતું.
વિવાદ
2017માં ગારીયાધારના માંડવી ગામે મહિલા પર દુષ્કર્મ અને હત્યા કાંડ છેક દિલ્હી સુધી ગુંજ્યો હતો. આ હત્યાકાંડ જાણે કે રાજકીય મુદ્દો બની ગયો હોય તેમ કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ, હાર્દિક પટેલની અનેક મુલાકાત અને દિલ્હીના આપ પાર્ટીના નાયબ મુખ્યમંત્રી પણ આ માંડવી કાંડના ભોગ બનનાર પરિવારની માંડવી ગામે આવીને મુલાકાત લીધી હતી.
આ કારણે બેઠક છે ચર્ચામાં
નવા સીમાંકન બાદ ગારીયાધાર બેઠક અસ્તિત્વમાં આવી છે. આ બેઠક પર બન્ને ચૂંટણીમાં ભાજપ વિજેતા થયું છે જયારે કોંગ્રેસને સફળતા મળી નથી. આ બેઠક પર કેશુભાઈ નાકરાણી 1876 મતથી જીત્યા છે ત્યારે આ નાની લીડ તૂટવી ખુબ જ સરળ બની રહેશે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મેદાને છે ત્યારે ત્રિ પાંખિયા જંગમાં રસાકસી ભર્યો માહોલ રહેશેં.
2022ના ઉમેદવારો
આપ- સુધીર વાઘાણી
કોંગ્રેસ- દિવ્યેશ ચાવડા
ભાજપ કેશુભાઈ નકરાણી
અપક્ષ- વલ્લભભાઈ બાંભણીયા
રાઇટ ટુ રિકોલ પાર્ટી- ભૂપતભાઈ વાળા
રાષ્ટ્રીય પાવર પાર્ટી- લખુભાઈ સોનરાત
રાષ્ટ્રીય હિન્દ એકતા દળ- ઘનશ્યામભાઈ ચાવડા
અપક્ષ- રાહુલ રાવલ
બસપા- કિશોર કાંટારિયા
અપક્ષ- પિયુષ ગૌસ્વામી
આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે?
2012- ભાજપના ઉમેદવાર કેશુભાઈ નાકરાણી વિજેતા થયા.
2017 – ભાજપના ઉમેદવાર કેશુભાઈ નાકરાણી વિજેતા થયા.
ADVERTISEMENT