કચ્છ એસટીને ચૂંટણી ફળી: ચૂંટણીપંચના કારણે થઈ કરોડોની કમાણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંઠેચા, કચ્છ: રાજ્યમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા સાથે ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. અનેક રાજકીય વળાંકો અને રાજકીય ગરમાવ સાથે ભાજપે એતિહાસિક જીત હાંસલ કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કચ્છના એસટી વિભાગને બમ્પર ફાયદો થયો છે. ચૂંટની દરમિયાન કચ્છ જિલ્લાની 145 જેટલી બસોનો ઉપયોગ થયો હતો. આ  ચૂંટણી દરમિયાન કચ્છ એસટી વિભાગને 2.5 થી 3 કરોડની આવક થઈ હોવાનો અંદાજો છે.

લોકશાહીના મહાપર્વ સમાન વિધાનસભાની ચૂંટણીઓનો તહેવાર એસટી તંત્ર માટે લાભદાયક સિદ્ધ થયો છે. જિલ્લા એસટી તંત્ર દ્વારા વિવિધ તહેવારો, મેળાઓ ઉપરાંત રાજકીય કાર્યક્રમોમાં એસટી બસની ફાળવણી કરવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણી વખતે વિવિધ તબક્કામાં ચૂંટણી તંત્ર અને પોલીસ દ્વારા કચ્છ વિભાગની એસટીની બસો ઉપયોગમાં લેવામાં આવી હતી. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલી બસો મારફતે એસટી વિભાગને માતબર રકમની આવક થવા પામી છે.આ અંગેની વિગતો મુજબ વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કચ્છ એસટી દ્વારા ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓના આવનજાવન માટે એસટીની બસો ઉપયોગમાં લેવામાં આવી હતી.

3 કરોડ સુધીની આવક થવાની સંભાવના
કચ્છ જિલ્લાની છ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી દરમ્યાન વિવિધ તબક્કામાં કચ્છ એસટી વિભાગ દ્વારા ર૪પ બસોની ફાળવણી કરવામાં આવી હતી. જે પૈકીની 100 બસ પાલનપુર વિભાગમાંથી જયારે 145  બસ ભુજ વિભાગમાંથી ફાળવવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જતા એસટી દ્વારા બિલો બનાવવાની કામગીરીનો ધમધમાટ શરૂ કરાયો છે. જિલ્લા એસટી તંત્રને વિધાનસભાની ચૂંટણી ફળી હોય તેમ અત્યાર સુધીના હિસાબો મુજબ 2.50 થી 3 કરોડ સુધીની આવક થવાની સંભાવના છે.

ADVERTISEMENT

ચૂંટણીમાં કચ્છની 145  બસોનો ઉપયોગ થયો
જો કે એકાદ સપ્તાહમાં બીલો બન્યા બાદ આવકનો ચોક્કસ આંક સામે આવી શકે તેમ છે.આ બાબતે જિલ્લા એસટી તંત્રના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ચૂંટણી પ્રક્રિયા હવે સંપન્ન થઈ ગઈ હોઈ ચૂંટણી ફરજમાં ફાળવાયેલ એસટી બસોના ભાડાના બિલો બનાવવાની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. કચ્છની 145  બસોનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ એક અંદાજ મુજબ 2.50 થી 3 કરોડની આવક થવા પામી શકે તેમ છે. જો કે આગામી એકાદ સપ્તાહમાં બિલો બની ગયા બાદ કેટલી આવક થઈ તેનો વાસ્તવિક આંક જાણી શકાશે.

    follow whatsapp

    ADVERTISEMENT