પાલીતાણામાં કોનું પલડું રહેશે ભારે? જાણો શું છે આ બેઠકનું સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે. વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ગુજરાતના રાજકારણનો માહોલ સતત ગરમાતો રહે છે. ભાજપ અને કોંગ્રેસની લડાઈ વચ્ચે હવે મતોનું વિભાજન કરવા અને સત્તાની આશા લઈ આમ આદમી પાર્ટી મેદાને ઉતરશે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે ત્યારે હવે ભાજપના ગુજરાતમાં મૂળિયાં મજબૂત થઈ ચૂક્યા છે. ભાજપને સત્તાથી દૂર કરવા કોંગ્રેસ રણનીતિ ઘડી રહી છે અને રાજકીય સમીકરણો ગુજરાતમાં સતત બદલાતા રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી પણ ગુજરાતના ચૂંટણી મેદાને છે.  ભાવનગર જિલ્લાની પાલિતાણા બેઠકનું ગણિત રસપ્રદ બનવા લાગ્યું છે.

ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી ભાવનગર જિલ્લામાં 7 વિધાનસભાની બેઠકો આવેલી છે. આ 7 બેઠક માંથી 6 બેઠક પર ભાજપ નેતૃત્વ કરી રહી છે જયારે 1 બેઠક પર કોંગ્રેસ નેતૃત્વ કરી રહી છે. પાલીતાણા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો વર્ષ 2012થી 102 બેઠક ક્રમાંકથી આ સીટ ઓળખાય છે. આ બેઠક પર 13 વખત ચૂંટણી યોજાઈ છે. કોંગ્રેસ આ બેઠક પર 6 વખત ચૂંટણી જીતી છે. જયારે પાલીતાણાની જનતાએ ભાજપને 5 વખત નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે. આ ઉપરાંત CPI અને JD એક-એક વખત ચૂંટણી જીત્યા છે.

2017નું સમીકરણ
પાલિતાણા બેઠક પર કુલ 2,76,896 મતદારો છે. જેમાંથી 1,43,663 પુરુષ મતદારો છે જયારે 1,33,233 સ્ત્રી મતદારો છે. પાલીતાણા બેઠકનું મતદાન પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બરના રોજ થયું હતું. આ વિધાનસભામાં ઘોઘા અને પાલીતાણા અને શિહોર તાલુકાના મતદારોનો સમાવેશ થાય છે. 2017માં આ બેઠક પર કુલ 59.27% મતદાન થયું હતું. ભાજપે આ બેઠક માટે ભીખાભાઈ બારૈયાને મેદાને ઉતાર્યા હતા અને કોંગ્રેસે પ્રવીણભાઈ રાઠોડને મેદાને ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ મતદાનના 46.46% એટલેકે 69,479 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવારને 36.97% એટલેકે 55,290 મત મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર ભીખાભાઇ બારૈયાએ બાજી મારી હતી. 2017માં આ બેઠક માટે 15 ઉમેદવારો મેદાને રહ્યા હતા.

ADVERTISEMENT

આ કારણે બેઠક છે ચર્ચામાં
પાલીતાણા બેઠક પર ભાજપને સત્તા ટકાવી રાખવી જરૂરી છે. આ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ચૂંટણી જીતી ચુક્યા છે આ ઉપરાંત આ બેઠક પરથી ભીખાભાઇ બારૈયા 14 હજારથી વધુ મતની લીડ સાથે વિજેતા થયા છે. ત્યારે 2017માં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી ભાજપ સત્તા પર આવ્યું છે. ભાજપ આ સત્તા ટકાવી રાખવા મેદાને ઉતરશે જયારે કોંગ્રેસ સત્તા પર ફરી આવવા માટે મેદાને ઉતરશે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના રણ મેદાને ઉતરશે. ભાજપ માટે આ બેઠક વર્ચસ્વની બેઠક પણ ગણવામાં આવે છે. આ બેઠક પર વર્ષ 2002માં મનસુખ માંડવીયા જીતી ચૂક્યા છે ત્યારે અત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની આ બેઠક ભાજપ માટે વર્ચસ્વની બેઠક ગણવામાં આવે છે.

આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે?
1962- કોંગ્રેસના ઉમેદવાર વલ્લભભાઈ ઝાલાવાડિયા વિજેતા થયા.
1967- કોંગ્રેસના ઉમેદવાર ડી.જે. પટેલ વિજેતા થયા.
1972- CPIના ઉમેદવાર બટુકરાઈ વોરા વિજેતા થયા.
1975- કોંગ્રેસના ઉમેદવાર કેસરીસિંહજી સરવૈયા વિજેતા થયા.
1980-અપક્ષ ઉમેદવાર નટુભાઈ ડાભી વિજેતા થયા.
1985- કોંગ્રેસના ઉમેદવાર મજીદભાઈ સમા વિજેતા થયા.
1990- જનતા દળના ઉમેદવાર પ્રવિણસિંહ જાડેજા વિજેતા થયા.
1995- ભાજપના ઉમેદવાર કુરજીભાઈ ગોટી વિજેતા થયા.
1998- ભાજપના ઉમેદવાર કુરજીભાઈ ગોટી વિજેતા થયા.
2002- ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા વિજેતા થયા.
2007- ભાજપના ઉમેદવાર મહેન્દ્રસિંહ સરવૈયા વિજેતા થયા.
2012- કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણભાઈ રાઠોડ વિજેતા થયા.
2017 – ભાજપના ઉમેદવાર ભીખાભાઇ બારૈયા વિજેતા થયા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT