આજે થઈ શકે છે ચૂંટણી જાહેર, 3 વાગ્યે EC ની પ્રેસ કોન્ફરન્સ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો સાથે તંત્ર પણ તડામાર તૈયારી કરી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આજે ઇલેક્શન…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો સાથે તંત્ર પણ તડામાર તૈયારી કરી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આજે ઇલેક્શન કમિશન દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અટકળો લગાવવામાં આવી રહી છે કે આજે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ શકે છે
2017માં 20 ઓક્ટોબરે થઈ હતી જાહેર
2017માં 25 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી. પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે 4 કરોડ 33 લાખ મતદારો મતદારો નોંધાયા હતા અને 50, 128 મતદાન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા હતા. ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની મર્યાદા મહત્તમ રૂપિયા 28 લાખ નક્કી કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારી રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ દ્વારા પણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 4.90 કરોડ મતદારો નોંધાયા છે જ્યારે 11.62 લાખ નવા યુવા મતદારો ઉમેરાયા છે. ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ 4,90,89,765 નવા મતદારો નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 2.53 કરોડ પુરૂષ મતદાર જ્યારે 2.37 કરોડ મહિલા મતદાર નોંધાયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT