ચૂંટણી પૂરજોશમાં: મોરબીમાં ચૂંટણી માટે એક સાથે 3 મુખ્યમંત્રી સભા ગજવશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજેશ આંબલીયા, મોરબી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ પરત ખેચવાની કામગિરિ આજે પૂરી થઈ ચૂકી છે. ત્યારે આવતી કાલથી પ્રચાર કામગિરિએ વેગ પકડશે. મોરબીમાં આવતી કાલે એક સાથે 3 મુખ્યમંત્રી મોરબીમાં સભાઓ ગજવશે.

આ ત્રણ મુખ્યમંત્રી મોરબી જિલ્લાની મુલાકાતે 
આવતીકાલે બપોરે 3 વાગ્યે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટંકારાના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયા માટે સભા સંબોધશે. જ્યારે બપોરના 4 વાગ્યે મધ્યપ્રદેશ  ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ મોરબીના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા માટે જાહેર સભા સંબોધશે. આ ઉપરાંત વાંકાનેર ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી ના સમર્થન માં યુપી ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની સભા યોજાશે.

મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાની કપાઈ ટિકિટ
મોરબી જિલ્લાની મોરબી બેઠક પર ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી અને કોંગ્રેસથી પક્ષ પલટો કરનાર બ્રિજેશ મર્જની ટિકિટ કાપવામાં આવી છે. આ ઉપરાંત તેમની જગ્યાએ કાંતિ અમૃતિયાને ટિકિટ આપવામાં આવી છે.  મોરબી જિલ્લામાં 2017માં તમામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા જ્યારે મોરબી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરાજાએ રાજીનામું ધરી દીધું હતું.

ADVERTISEMENT

મોરબી બેઠક પર જામશે જંગ

બેઠક ભાજપ કોંગ્રેસ આપ
મોરબી કાંતિલાલ અમૃતિયા જયંતિ જેરાજ પટેલ પકંજ રાણસરિયા
ટંકારા દુર્લભજી દેથરિયા લલિત કગથરા સંજય ભટાસણા
વાંકાનેર જીતેન્દ્ર સોમાણી મોહમદ પિરજાદા વિક્રમ સોરાણી

    follow whatsapp

    ADVERTISEMENT