BREAKING: આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ, ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. વિધાનસભાની ચૂંટણીની તારીખોને લઈને રાજકીય દળો આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. જેમાં આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.

બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે
હિમાચલ પ્રદેશના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થવાના છે. ગુજરાતના પરિણામો પણ તેની સાથે જ જાહેર થઈ શકે છે. તેથી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ બે તબક્કામાં મતદાન ગુજરાતમાં થઈ શકે છે. મતદાનનો પ્રથમ તબક્કો 1 અથવા 2 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 4 અથવા 5 ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા છે.

આ વખતે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ
ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ તમામ 182 સીટો પરથી ચૂંટણી લડવાની છે. બીજી તરફ તમામ પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ વખતે ચૂંટણીના રણમેદાનમાં કોણ બાજી મારશે તે ખાસ જોવાનું રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT