આવતીકાલથી ચાર દિવસ ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે

ADVERTISEMENT

election commision
election commision
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો સાથે તંત્રએ પણ તૈયારી કરી દીધી છે. રાજ્યમાં ચૂંટણી ટૂંક સમયમાં  જાહેર થઈ શકે છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો પોતાના પ્રચાર અને પ્રસારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાતમાં પ્રવાસ વધવા લાગ્યા છે. ત્યારે વધુ એક વખત ચૂંટણી પંચના અધિકારીઓ આવતીકાલથી ચાર દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. અધિકારીઓની મુલાકાત બાદ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થશે.

ચૂંટણી પંચના અધિકારીઓ ફરી ગુજરાત મુલાકાતે આવશે. દિલ્હીથી નાયબ ચૂંટણી કમિશનર ગુજરાત આવવાના છે. કેન્દ્રિય ચૂંટણી પંચ 16થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં સમીક્ષા બેઠક યોજશે. રાજ્યની ચૂંટણી વ્યવસ્થાની તૈયારીઓ અંગે સમીક્ષા કરશે. ઝોન પ્રમાણે બેઠકો યોજી તેઓ સમીક્ષા કરશે. કેન્દ્રિય ચૂંટણી પંચની ગુજરાત મુલાકાત પછી ગુજરાતની ચૂંટણીની તારીખોની જાહેરાત થશે. ચૂંટણી પંચના અધિકારીઓ મતદાર યાદીથી લઇને જિલ્લાની જે તમામ નાની નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કરશે અને 20 તારીખ બાદ નાયબ ચૂંટણી કમિશનર દિલ્હી પરત ફરશે. ત્યારબાદ એટલે કે દિવાળી બાદ ચૂંટણી કમિશન ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.

ચાર અલગ અલગ સ્થળોએ યોજશે બેઠક
16થી 20 ઓક્ટોબર દરમિયાન કેન્દ્રિય નાયબ ચૂંટણી કમિશનર ગુજરાત મુલાકાત કરવાના છે. તેઓ આ ચાર દિવસમાં અલગ અલગ જગ્યાઓની મુલાકાત લેવાના છે. જ્યાં એક સ્થળ પર જ પાંચ જિલ્લાઓની અલગ અલગ સમીક્ષા બેઠકો યોજાવાની છે.જેમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે અધિકારીઓ પાસેથી તેઓ જરૂરી વિગતો મેળવશે. ગઇ વખતે ગાંધીનગર ખાતે એક બેઠક યોજાઇ હતી. જેમાં પ્રેઝન્ટેશન પણ થયુ હતુ. ત્યારબાદ સ્થાનિક જે ક્વેરી હતી તે ઇલેક્શન કમિશન દ્વારા જિલ્લા વહીવટી તંત્રને સોંપવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT