ચૂંટણીપંચે 100 ટકા મતદાન માટે ખાસ પ્રયાસો કર્યા, આદર્શ બુથ વિશે જાણો વિગતવાર
હસમુખ પટેલ/સાબરકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પ્રાથમિક તબક્કાનું મતદાન થઈ ગયું છે. ત્યારે આવતીકાલે અંતિમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આ વખતે ચૂંટણી પંચ…
ADVERTISEMENT
હસમુખ પટેલ/સાબરકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પ્રાથમિક તબક્કાનું મતદાન થઈ ગયું છે. ત્યારે આવતીકાલે અંતિમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આ વખતે ચૂંટણી પંચ દ્વારા 100 ટકા મતદાન થાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં 12 જેટલા આદર્શ મતદાન મથકો બનાવાયા છે. જેમાં હિંમતનગર તાલુકાના હડિયોલ ગામે આદર્શ મતદાન મથક બનાવાયું છે. અહીં પીવાના પાણીની સુવિધાથી લઈ સુશોભિત મતદાન મથક સહિત આરામદાયક સ્થિતિમાં બેસી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.
આદર્શ મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર…
ચૂંટણીપંચ દ્વારા આ વખતે 100 ટકા મતદાન થાય તે માટે શ્રેષ્ઠ પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત યુવા મતદાન મથક, સખી મતદાન મથક સહિત આદર્શ મતદાન મથક બનાવાયા છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં બાર જેટલા આદર્શ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. હિંમતનગર તાલુકામાં આવેલા હડીયોલ ગામે આદર્શ મતદાન મથક બનાવાયું છે, જેમાં મતદારને પ્રથમ દ્રષ્ટિએ જ ગમી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT
મતદારોને આકર્ષિત કરવા ખાસ યોજના…
આની સાથોસાથ આરામદાયક સ્થિતિમાં બેસી શકે તેમ જ પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહે તે પ્રકારે આયોજન કરાયું છે. એક તરફ છેલ્લા કેટલાક સમયથી દિન પ્રતિદિન મતદાનમાં અપેક્ષા અનુસાર વધારો થઈ શકતો નથી. ત્યારે આ વખતે વહીવટી તંત્ર તેમજ ચૂંટણી પંચના સંકલનના ભાગરૂપે મતદારોને આકર્ષિત કરવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આદર્શ આચારસંહિતા અમલી બની રહે તે પ્રકારે વિશેષ વ્યવસ્થા હાથ ધરાઇ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT