ગુજરાત સરકાર પર કેમ લાલઘૂમ થયું ચૂંટણી પંચ? આ નિર્ણય પછી જાહેર થઈ શકે ચૂંટણીની તારીખ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ આગામી સપ્તાહે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. કારણ કે, ચૂંટણી પંચની ભારે નારાજગી અને કડક વલણ બાદ હવે ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી એક જ જિલ્લામાં કાર્યરત 51 વહીવટી અને પોલીસ અધિકારીઓની બદલીના આદેશો જાહેર કરવા જઈ રહી છે. ચૂંટણી પંચે બુધવારે ગુજરાત સરકાર એટલે કે મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને કડક સૂચના આપી હતી કે અધિકારીઓના અગાઉના આદેશો હોવા છતાં તેમની બદલી કેમ હજુ સુધી થઈ શકી નથી.

સુયોજિત ચૂંટણી પ્રક્રિયા માટે ખાસ વ્યવસ્થા
ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને ડીજીપીને લખાયેલા આયોગના પત્ર મુજબ જે અધિકારીઓ તેમના ગૃહ જિલ્લામાં અથવા કોઈપણ જિલ્લામાં 3 વર્ષ કે તેથી વધુ સમયથી પદાધિકારી રહ્યા છે, તેમની અન્ય જિલ્લામાં બદલી કરવી જોઈએ. મુક્ત, નિષ્પક્ષ અને નિર્ભય ચૂંટણી માટે આ એક સુયોજિત પ્રક્રિયા છે.

ચૂંટણી પંચે નારાજગી વ્યક્ત કરી
ગુજરાત સરકારે ચૂંટણી પંચના આ આદેશની અવગણના કરી હતી, જેના પર આયોગે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારપછી રીમાઇન્ડર લેટર પણ મોકલ્યો હતો. આની સાથે કારણ દર્શક નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. એટલું જ નહીં આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે પંચના આદેશનું સમયસર પાલન ન થવા પાછળ કયું કારણ રહેલું છે?

ADVERTISEMENT

ચૂંટણી જાહેરાત અંગે મોટા સમાચાર…
ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ નવેમ્બરના પહેલા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. વળી રાજકીય નિષ્ઠાંતો પણ એવું અનુમાન લગાવી રહ્યા છે કે આ મહિનાના અંતમાં ગુજરાતમાં વડાપ્રધાનનો એક કાર્યક્રમ યોજાવાનો છે. એવું પણ હોઈ શકે કે આ પરોક્ષ કારણ દૂર થયા પછી જ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર થાય એવી શકયતા હોય. કારણ કે ચૂંટણી પંચની જાહેરાત બાદ સરકાર વધુ કોઈ જાહેરાત કરી શકે તેમ નથી. ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.

તાજેતરમાં ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકારે તમામ 51 અધિકારીઓની બદલીનો વર્ક રિપોર્ટ ગુરુવારે સાંજે 4:00 વાગ્યા સુધીમાં પંચને મોકલવાનો આદેશ આપ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT