મોદી કુતરાના મોતે મરવાનો, મારું અપમાન એ તમારું થયું કે નહીં?: કાલોલમાં નરેન્દ્ર મોદીએ કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

પંચમહાલઃ કાલોલ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધી હતી. વિધાનસભા ચૂંટણીનું જ્યારે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આજે બીજી બાજુ કાલોલમાં વડાપ્રધાને સભા ગજવી હતી. તેમણે રામ ભક્તોવાળા ગુજરાતમાં તેમણે ખડગેજી પાસેથી બોલાવડાવ્યું કે મોદીને 100 માથાવાળો રાવણ કહો. કોંગ્રેસ મને ગાળો બોલવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવી.

મને 100 માથાળો રાવણ કહેવડાવ્યોઃ મોદી
તેમણે કહ્યું કે, એવા એવા આરોપ લગાવે, એવી હલકી ભાષામાં વાત કરે છે. કોંગ્રેસના એ નેતાને ઉપરથી કહેવાયું તેવું તે નેતા અહીં બોલ્યા કે આ ચૂંટણીમાં મોદીને ઓકાત બતાવી દેવાની છે. અમે તો સેવક છીએ. પછી થયું હજુ થોડું મોટું મુકીએ, કોંગ્રેસના ઉચ્ચ કમાને ખડગેજીને મોકલ્યા, હું ઓળખું છું તેમને, તેમનો આદર કરું છું પણ તેમને એ જ બોલવું પડે જે ભણાવીને મોકલ્યા છે. કોંગ્રેસને ખબર નથી કે આ રામ ભક્તોનું ગુજરાત છે. રામ ભક્તો સામે તેમની પાસે બોલાવડાવ્યું કે તમે મોદીને 100 માથાળો માણસ કહો. આ કોંગ્રેસ રામના અસ્તિત્વને માનતી નથી. કોંગ્રેસ અયોધ્યામાં ભગવાન રામ મંદિરમાં પણ વિશ્વાસ નથી, રામસેતુ સામે પણ તેમને વાંધો. તેવી પાર્ટી મને ગાળો બોલવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવી.

ADVERTISEMENT

મારું અપમાન એ તમારું અપમાન થયું કે નહીઃ મોદી
નરેન્દ્ર મોદીએ કહ્યું, કે કોંગ્રેસમાં કોણ મોદીને મોટી ગાળો બોલે, કોણ મોદીને તીખી ગાળો બોલે તેની સ્પર્ધા થાય છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે, મોદી કુતરાના મોતે મરવાનો છે, મોદી તો હિટલરની મોતે મરશે. કેટલાક તો પાકિસ્તાનમાં જઈને બોલ્યા હતા. કોઈ રાક્ષસ કહે, રાવણ કહે, મને કોઈ કોકરોચ કહે તો ગુજરાતનું આટલું અપમાન?, જે મોદીને તમે મોટો કર્યો તો આ મારું અપમાન એ તમારું અપમાન થયું કે નહીં? તમે મને આવા સંસ્કાર આપ્યા છે. તમે મને આવી રીતે મોટો કર્યો છે. કોંગ્રેસને હવે સુધારવી પડે કે નહીં? કોંગ્રેસ પણ સાંભળી લે, તમે લખી રાખજો તમે જેટલો કિચડ ઉછાળશો કમળ એટલું જ ખિલવાનું છે.

પ્રથમ તબક્કાના મતદાનમાં રેકોર્ડ બ્રેક થશેઃ મોદી
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુજરાતમાં આજે પહેલા ચરણનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે અત્યંત શાંતિ રીતે ગુજરાતના ગર્વને છાજે તે રીતે મતદાન કરાઈ રહ્યું છે. અત્યારે જ્યારે હું મહાકાળીના ચરણોમાં આવ્યો છું ત્યારે મને ખાતરી છે કે રેકોર્ડ બ્રેક મતદાન થવાનું છે. મને મોબાઈલ ટીવી પર જોનારાનો ઉત્સાહ પણ વધી ગયો હશે. મારા પ્રવાસનું પણ આજે અને આવતીકાલે છેલ્લું ચરણ છે લગભગ. મને જ્યાં જ્યાં જવાની તક મળી ત્યારે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો તે વિશ્વાસ વગર શક્ય ન બને.

ADVERTISEMENT

જી-20માં ભારતને મળ્યું પ્રતિનિધિત્વઃ નરેન્દ્ર મોદી
તેમણે કહ્યું, ફીર એક બાર, લોકોએ કહ્યું મોદી સરકાર, આજે 1 ડિસેમ્બર છે 2022નો આ છેલ્લો દિવસ છે. મારા માટે ગૌરવ છે કે 1 ડિસેમ્બરે આખી દુનિયાની મહત્વની ઘટના છે કે આજે કાલોલમાં માં કાળીના ચરણોમાં દુનિયાના જી-20 દેશોની સમિટના પ્રમુખ પદે હવે ભારત આજથી બિરાજમાન થયું છે. માં કાળીના આશીર્વાદ સાથે આજે તેની શુભ શરૂઆત થતી હોય ત્યારે સોનામાં સુગંધ ભળી ગઈ છે. આ જી 20 સમૂહ વેપારનો 75 ટકા વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. તેનું નેતૃત્વ કરનારા દેશો દુનિયામાં સૌથી આર્થિક ગતિવિધિ કરનારા દેશો છે અને તેની અધ્યક્ષતા ભારતને મળી છે. ભારતીયોને તેના પર આનંદ થાય. આ જી 20ના અવસરને આપણે એવા અવસર તરીકે લેવો છે કે દુનિયા આખીમાં હિન્દુસ્તાનનો ડંકો લાગે.

ADVERTISEMENT

કાલોલ, હાલોલ, વડોદરા આ બધું તો મારું રોજનું, સ્કૂટર પર આવું: મોદી
કાલોલ, હાલોલ, વડોદરા આ બધું તો મારું રોજનું, સ્કૂટર પર આવું ત્યારે આખો પટ્ટો ફરવાનો, આનંદ આવે, તમારા દર્શન કરુંને મને તાકાત આવી જાય. તે જમાનામાં જ્યારે હું આવતો ત્યારે રોડના ઠેકાણાં નહીં, વીજળી નહીં, પાણી નહીં, કોઈએ કલ્પના કરી હતી કે આ આખો પટ્ટો એક મોટી તાકાત બનીને ઊભો રહેશે. નાની નાની ચીજો પણ વિદેશથી ત્યારે મગાવતા હતા. બહારથી માલ લાવી પોતાની કટકી કરી લેતા તેના કારણે રોજગારીની તકો જે ઊભી થવી જોઈએ. તે કામ 40 વર્ષ પહેલા કર્યા હોત તો રોજગારી ફુલી ફાલી હોત. આ દેશ તેના કારણે ક્યારેય પગભર થયો નથી.

    follow whatsapp

    ADVERTISEMENT