BREAKING: શિક્ષણ બોર્ડે જાહેર કરી GUJCET 2023ની પરીક્ષાની તારીખ, આવું હશે પરીક્ષાનું માળખું
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી સહિતના અભ્યાસક્રમોમાં એડમિશન લેવા માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. વર્ષ 2023માં 3 એપ્રિલના રોજ સોમવારે આ પરીક્ષા યોજવામાં આવશે.
શું હશે પરીક્ષાનો સમય?
GUJCET 2023ની પરીક્ષા 3 એપ્રિલના રોજ સોમવારે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. જેમાં NCERT આધારીત ધો.12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયમ થયેલા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવાશે.
ADVERTISEMENT
શું હશે GUJCETની પરીક્ષાનું માળખું?
ગુજકેટની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો રહેશે. જેમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના 40-40 પ્રશ્નો હશે અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. જ્યારે જીવ વિજ્ઞાનના 40 માર્ક્સના પેપરમાં 60 મિનિટ અને ગણિતના 40 માર્ક્સના પેપરમાં 60 મિનિટ આપવામાં આવશે. આ પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય માધ્યમમાં આપી શકશે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા)
ADVERTISEMENT