કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 4.1ની તીવ્રતા, સ્થાનિકોમાં ફેલાયો ફફડાટ
Earthquake in Kutch: કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વધુ…
ADVERTISEMENT
Earthquake in Kutch: કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વધુ એકવાર કચ્છમાં ભૂકંપ આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આજે સતત બીજા દિવસે કચ્છની ધરા ધ્રુજી ઉઠતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે, સદનસીબે મોટી તીવ્રતા ધરાવતા આફ્ટર શોકની અસર ખાસ વર્તાઈ ન હતી કે જાન માલને નુકસાની થઈ ન હતી.
સાંજે 7.52 કલાકે ધ્રુજી કચ્છની ધરા
કચ્છમાં આજે સાંજે 7:52 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સાંજના સમયે અચાનક પૂર્વ કચ્છની ધરા ધ્રુજતા કેટલાક લોકો પોત-પોતાના ઘરો-દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. આજે સાંજે આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1ની નોંધાઈ છે. જ્યારે કેન્દ્રબિંદુ દુધઈથી 29 કિમી દૂર નોંધાયું છે. હાલમાં નુકસાનના કોઇ સમાચાર નથી.
ગઈકાલે પણ અનુભવાયો હતો આંચકો
આપને જણાવી દઈએ કે, કચ્છમાં ગતરોજ પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં ગઈકાલે સવારે 10:20 કલાકે ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી હતી. ગતરોજ સવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8ની નોંધાઈ હતી, સાથે ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈ 18 કિમી દૂર નોંધાયું હતું.
ADVERTISEMENT
ભૂકંપ આવે તો શું કરવું ?
જ્યારે ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું. ઘરમાં પડેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવું જેથી વાગવાની શક્યતા ન રહે. બહાર નીકળવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવું. ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ADVERTISEMENT