કચ્છમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોના જીવ તાળવે ચોંટયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપ પછી ક્યારેક-ક્યારેક ધરતીના પેટાળમાં હલચલ થતી રહે છે. આ વચ્ચે કચ્છને ફરી એકવાર ભૂકંપના આંચકાએ ધ્રૂજાવ્યું છે. એક કલાકની અંદર એક બાદ એક એમ ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. દુધઈ પાસે સવારે 6.38 કલાકે 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ સિવાય ખાવડા પાસે સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.

ખાવડાથી 23 કિમી દૂર નોંધાયું કેન્દ્ર બિંદૂ
કચ્છમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભાઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત ભૂકંપના એક સાથે બે આંચકા અનુભવાયા છે. વહેલી સવારે  લોકો ગાઢ નિંદ્રામાં હતા તે દરમિયાન સવારે 5.18 કલાકે ખાવડા નજીક 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવતા ફરી લોકોમાં ભયનો મહોલ જામ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ  ભૂકંપનું કેન્દ્ર કચ્છના ખાવડા ગામથી 23 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં હતું.

દૂધઈથી 11 કિમી દૂર નોંધાયું કેન્દ્ર બિંદૂ
કચ્છમાં વહેલી સવારે  4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ધડાકા સાથે આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા.કચ્છના અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 11 કિલોમીટર દૂર નોંધાયું.

ADVERTISEMENT

કચ્છમાં જાન્યુઆરી માસમાં 5 આંચકા અનુભવાયા
26 મી જાન્યુઆરી ના દિવસે આવેલ વિનાશક ભૂકંપ હજુ પણ નથી ભૂલાયો. અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ દરમિયાન કચ્છ જિલ્લામાં અનેક વખત ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનું સામ્રાજ્ય જામ્યું છે. ત્યારે છેલ્લા એક મહિનામાં કચ્છ જિલ્લામાં 5  ભૂકંપના આંચકા અનુભવાયા છે.

જાન્યુઆરી માસમાં અનુભવાયા ભૂકંપના આંચકા 

ADVERTISEMENT

  • 7  જાન્યુઆરીએ   3.2  ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11    જાન્યુઆરીએ   3.1. ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 19 જાન્યુઆરીએ 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 30 જાન્યુઆરીએ  3.2  ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 30 જાન્યુઆરીએ  4.2  ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

આ પણ વાંચો: મહુવા ભાવનગર હાઇવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત

ADVERTISEMENT

ડિસેમ્બર માસમાં  અનુભવાયા ભૂકંપના આંચકા

  • 8 ડિસેમ્બરે 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 19 ડિસેમ્બરે  3.1. ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 20 ડિસેમ્બરે 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 28 ડિસેમ્બરે 3.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT