Earthquake : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોંધાઇ 5.5ની તીવ્રતા
jammu and kashmir earthquake : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે સોમવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ, શ્રીનગર, પુંછ, કિશ્તવાડ સહિત રાજ્યના ઘણા ભાગોમાં…
ADVERTISEMENT
jammu and kashmir earthquake : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે સોમવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ, શ્રીનગર, પુંછ, કિશ્તવાડ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5ની નોંધાઈ હતી. ભૂકંપના કારણે હાલમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે નોંધાયાનું અનુમાન છે. લદ્દાખમાં સાંજે 4:01 વાગ્યે તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી.
શા માટે આવે છે ભૂકંપ?
ધરતીની ઉપરી સપાટી સાત ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. જ્યાં પણ આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યાં ભૂકંપનો ખતરો ઉભો થઈ જાય છે. જ્યારે આ પ્લેટો એકબીજાના ક્ષેત્રમાં ઘુસવાનો પ્રયાસ કરે છે, ત્યારે પ્લેટ્સ એક બીજા સાથે ઘસાય છે, તેનાથી અપાર ઉર્જા નીકળે છે અને તે ઘર્ષણ અથવા ફ્રિક્શનથી ઉપરની ધરતી ધ્રુજવા લાગે છે, કેટલીકવાર ધરતી ફાટી પણ જાય છે. ક્યારેક અઠવાડિયા સુધી તો ક્યારેક કેટલાક મહિનાઓ સુધી આ ઉર્જા સમયાંતરે બહાર નીકળે છે અને ધરતીકંપ આવતા રહે છે, તેને આફ્ટરશોક્સ કહેવામાં આવે છે.
"Earthquake of Magnitude:5.5, Occurred on 18-12-2023, 15:48:53 IST, Lat: 33.41 & Long: 76.70, Depth: 10 Km ,Region:Kargil Ladakh,India," posts @NCS_Earthquake. pic.twitter.com/1EaR0u6KGf
— Press Trust of India (@PTI_News) December 18, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT