ખેડામાં નાયબ મામલતદારનું રહસ્યમી રીતે મોત, પાડોશીઓને બાથરૂમમાંથી લાશ મળી
હેતાલી શાહ/ખેડા: ખેડા જીલ્લાના વસો તાલુકાના નાયબ મામલતદારનું ઘરમા આકસ્મિક મોત થયું હોવાની માહિતી મળી રહી છે. નાયબ મામલતદાર બે દિવસથી ઘરમાંથી બહાર ન નિકળતા…
ADVERTISEMENT
હેતાલી શાહ/ખેડા: ખેડા જીલ્લાના વસો તાલુકાના નાયબ મામલતદારનું ઘરમા આકસ્મિક મોત થયું હોવાની માહિતી મળી રહી છે. નાયબ મામલતદાર બે દિવસથી ઘરમાંથી બહાર ન નિકળતા પડોશીઓએ તપાસ કરતા બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હાલમાં પોલીસે અપમૃત્યુનો કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
બે દિવસથી મકાનમાં ચહલ પહલ ન દેખાતા પાડોશીઓએ તપાસ કરી
નડિયાદ મંજીપુરા રોડ પરની બાલાજી સોસાયટીમાં રહેતા 43 વર્ષીય પરેશભાઈ મકવાણા વસોમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. પરેશભાઈ રોજ નડિયાદથી વસો ફરજ પર જતા હતા. પરંતુ 24મી ડિસેમ્બરથી 27 ડિસેમ્બર વચ્ચે તેમના મકાન પર કોઈ ચહલપહલ જોવા મળી નહોતી, અને તેમના પરીજનો પણ પ્રવાસે નિકળી ગયા હતા. જેને લીધે પરેશભાઈ આ સમય દરમિયાન ઘરમાં એકલા જ હતા.
ADVERTISEMENT
બાથરૂમમાંથી લાશ મળી આવી
આ દરમિયાન નાહવા જતા બાથરૂમમાં કોઈ અગમ્ય કારણોસર અથવા તો પરેશભાઈ હાઈ બી.પીની બીમારીથી પીડાતા હોવાથી બી.પી વધતા એકાએક તેમનું બાથરૂમમાં જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ સમગ્ર બનાવ મામલે મૃત્યુ પામનારના ભાઈ પ્રશાંતભાઈ મકવાણાએ નડિયાદ પોલીસમાં જાણ કરતા પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ઘરમાં એકલા જ હતા નાયબ મામલતદાર
પોલીસના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તેમને સંતાનમાં એક નાની આશરે 11 વર્ષની દીકરી છે. પરેશભાઈની પત્ની અને સંતાન સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા હતા. દરમ્યાન ઘરે એકલા પરેશભાઈનું આકસ્મિક મોત નીપજ્યું છે. પરેશભાઈની અવરજવર ન દેખાતા સૌપ્રથમ ઘટનાની જાણ પાડોશીઓને થઈ હતી અને પાડોશીઓએ પરેશભાઈ બે દિવસથી ઘરમાંથી બહાર ન નીકળતા તપાસ કરતા બાથરૂમમાંથી પરેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ મૃતક નાયબ મામલતદારના મૃતદેહનુ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT