શસ્ત્ર પૂજા કરી સ્વામી અસીમાનંદે કહ્યું ધર્માંતરણએ આંતકી પ્રવૃત્તિ છે, નાબૂદ કરવા ચુસ્ત પગલાં ભરીશું
રોનક જાની/નવસારીઃ રામાયણ કાળ સાથે જોડાયેલા દંડકારણ્ય પ્રદેશ એટલે ડાંગની પવિત્ર ભૂમિ પર છેલ્લા બે વર્ષથી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે. રામની પરમભક્ત માતા…
ADVERTISEMENT
રોનક જાની/નવસારીઃ રામાયણ કાળ સાથે જોડાયેલા દંડકારણ્ય પ્રદેશ એટલે ડાંગની પવિત્ર ભૂમિ પર છેલ્લા બે વર્ષથી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે. રામની પરમભક્ત માતા શબરીનું જ્યાં મંદિર આવેલું છે તે પ્રસિદ્ધ શબરિધામ ખાતે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રથી આમંત્રિત હિન્દૂ ધર્મના સંતોના સન્માન સાથે વિજયાદશમી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આની સાથે આદિવાસી સમાજના શસ્ત્ર તિર કામઠા, અને તલવાર ભાલાની પૂજા સાથે માતા શબરીની આરતી બાદ રાવણ દહન કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન સ્વામી અસીમાનંદે કહ્યું હતું કે ધર્માંતરણએ આતંકી પ્રવૃત્તિ છે. આને નાબૂદ કરવા માટે ચુસ્ત પગલાં ભરવામાં આવશે.
મંત્રી પુર્ણેશ મોદીએ રાવણ વધને પુલવામાં અને ઉરી સાથે સરખાવ્યા
મંત્રી પુર્ણેશ મોદીએ આ કાર્યક્રમની શરૂઆત ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આમંત્રિત એવા સાધુસંતોના આદર-સન્માન સાથે કરી હતી. મંચને સંબોધીત કરતા મંત્રીએ કહ્યું હતું કે ભગવાન રામચંદ્ર એ 14 વર્ષના વનવાસ દરમિયાન અનેક રાક્ષસોનો વધ કર્યો હતો. જેના પરિણામે તેમણે ધર્મની રક્ષા કરી હતી. તેવી જ રીતે આંતકવાદી પ્રવૃત્તિ એ રાક્ષસી પ્રવૃત્તિ છે. જેને મૂળથી ખતમ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત રણનીતિ ઘડી છે અને એ દિશામાં કાર્યો પણ કર્યા છે. આ દરમિયાન પૂર્ણેશ મોદીએ આતંકવાદી એવા રાક્ષસોના નાશ માટે પુલવામાં અને ઉરીના સર્જીકલ સ્ટ્રાઈકની પણ વાત કરી હતી.
ADVERTISEMENT
ધર્માંતરણ અંગે નરેદ્ર મોદીના પોસ્ટર લાગ્યા
શબરિધામ સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ સ્વામી અસીમાનંદે ભગવાન રામચંદ્ર દ્વારા રાવણવધ સાથે ધર્માંતરણની વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ડાંગમાં ચાલતા ધર્માંણતરણ અંગે જાગૃત થવું જરૂરી છે. આ એક રાક્ષસી પ્રવૃત્તિ છે જેને દૂર કરવા માટે સરકાર એકલી જ નહીં બધાએ સાથે મળીને કામ કરવું પડશે. સ્વામી અસીમાનંદે જાહેર મંચ પરથી આગામી સમયમાં ફરી એકવાર કહ્યું કે 2006માં શબરીકુંભ મેળાનું આયોજન થયું હતું. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોભ, લાલચ અને ભયથી ધર્માંતરણ ન થવું જોઈએ એવું કહ્યું હતું. આની સાથે આગામી સમયમાં ધર્માંતરણ રૂપી રાક્ષસી કામ બંધ કરાવવા પહેલ કરીશું એમ પણ જણાવ્યું હતું.
ફિલ્મ નિર્માતા માટે રૂપિયા 25 લાખની સબસિડીની જાહેરાત
પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ દશેરાના દિવસે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ, ટુરિઝમને વેગ મળે તે માટે પહેલ શરૂ કરી છે. જેમાં તેમણે સિનેમેટિક ટૂરિઝમ હેઠળ જે કોઈ ફિલ્મ નિર્માતાઓ રૂપિયા 25 કરોડની બજેટ ની ફિલ્મના શૂટિંગ માટે ગુજરાતના પ્રવાસન સ્થળોનો ઉપયોગ કરે તેઓ માટે 25 લાખ રૂપિયાની સબસીડીની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT