દશેરા નિમિત્તે અમદાવાદમાં 9 લાખ કિલોથી વધુ ફાફડા-જલેબીના વેચાણનો અંદાજ, ભાવમાં 20%નો વધારો નોંધાયો
અમદાવાદઃ દશેરા નિમિત્તે શહેરમાં ઠેર ઠેર ફાફડા જલેબીનું વેચાઈ થઈ રહ્યું છે. નાની દુકાનો, લારીઓથી લઈ પ્રખ્યાત સ્ટોલમાં ફાફડા જલેબી વેચાઈ રહ્યા છે. નવરાત્રીના નવમા…
ADVERTISEMENT
અમદાવાદઃ દશેરા નિમિત્તે શહેરમાં ઠેર ઠેર ફાફડા જલેબીનું વેચાઈ થઈ રહ્યું છે. નાની દુકાનો, લારીઓથી લઈ પ્રખ્યાત સ્ટોલમાં ફાફડા જલેબી વેચાઈ રહ્યા છે. નવરાત્રીના નવમા નોરતાની રાતથી જ ફાફડા જલેબીની દુકાનો ધમધમી ઉઠી હતી. તેવામાં હવે ચોખ્ખા ઘીની જલેબીનો ભાવ 750થી 1050 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. જ્યારે બીજી બાજુ એક કિલો ફાફડાનો ભાવ 550થી 950 કિલોને પાર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે દશેરાના દિવસે શહેરમાં ધમધમાટ દુકાનો ચાલવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
ફાફડા જલેબીનો ભાવ આસમાને…
દશેરાના તહેવાર પહેલા ફાફડા-જલેબી લવર્સ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે આ વાનગીઓના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થઈ ગયો છે. જેનો તાજેતરનો ભાવ જોવા જઈએ તો એક કિલો જલેબીનો ભાવ 800થી 1300 રૂપિયા વચ્ચે છે, જ્યારે 1 કિલો ફાફડાનો ભાવ 600થી 1000 રૂપિયા સુધી માર્કેટમાં છે.
ADVERTISEMENT
તેલ-ઘીનાં ભાવમાં વધારો થવાની અસર
દશેરાની આ સિઝનમાં ફાફડ અને જલેબીના ભાવમાં 15થી 20 ટકાનો ભાવ વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે તેલ અને ઘીના ભાવમાં આવેલા જંગી વધારાનું આ પરિણામ છે. જોકે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વર્ષે કોર્પોરેટ ઓર્ડર્સમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ત્યારે બીજી બાજુ છૂટક વેચાણમાં વધારો નોંધાઈ શકે છે. વળી એસોસિએશનના અધિકારીના મત મુજબ 200 કિલોથી માંડીને 1 હજાર કિલો સુધીના ફાફડા-જલેબીનું વેચાણ થતું હોય છે.
ADVERTISEMENT