મહિસાગરમાં ડુપ્લિકેટ દૂધનું કૌભાંડ? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ તપાસ આદરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહિસાગરઃ રાજ્યમાં ઠેર ઠેર ઘણા કૌભાંડો સામે આવતા જાય છે. લુણાવાડામાં ડુપ્લિકેટ દૂધ વેચાણ અંગેની માહિતી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને મળતા સેમ્પલ લેવામાં આવ્યા છે. આની સાથે આગળ વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે હજુ સુધી સેમ્પલની ચકાસણી થઈ રહી છે. આના સર્ટિફિકેટ આવે પછી જ જાણ થશે કે દૂધ ડુપ્લિકેટ છે કે પીવા યોગ્ય છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ શરૂ કરી દીધી છે.

સેમ્પલની ચકાસણી બાદ થશે જાણ
લુણાવાડાના હાડોળ ગામે કોલવણ જવાના માર્ગ પર આવેલી માધવ ડેરી ફાર્મ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે દૂધના સેમ્પલ મેળવી કરી કાર્યવાહી હાથ ધરી દીધી છે. માધવ ડેરી ફાર્મના માલિકે કેટલાક દીવસથી ડુપ્લિકેટ દુધનું વેચાણ અંગે માહીતી મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ દૂધના સેમ્પલ લીધા હતા.

દુધ ડુપ્લિકેટ છે કે કેમ એની જાણ…
દૂધના સેમ્પલ લીધા પછી જ ચકાસણી થશે અને જાણ થશે કે આ ડુપ્લિકેટ છે કે નહીં. આ સમગ્ર બાબતે મહીસાગર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાડોડ ગામે કોલવણ તરફ જવાના માર્ગ ઉપર આવેલી માધવ ડેરી ફાર્મ ઉપરથી બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ દૂધના નમૂના લીધા બાદ કોઠંબા પોલીસ મથક ખાતે જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે.

ADVERTISEMENT

With Input: વિરેન જોશી

રાજ્યમાં ઠંડીનો ચમકારો શાંત થયો, ઠંડા પવનોની સ્થિતિ સહિતની માહિતી જાણો…
ગુજરાતમાં ઠંડીનો ચમકારો હવે થોડો શાંત થતો નજરે પડી રહ્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 2 ડિગ્રી સુધી ઉંચુ નોંધાયું છે. ત્યારે હવે ઠંડા પવનોની ગતિ પણ શાંત થઈ ગઈ છે. આ ઘટાડા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અત્યારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવની સ્થિતિ જણાઈ રહી છે. ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનો ચમકારો હજુ ઘટી શકે એવા એંધાણ જણાઈ રહ્યા છે.

ADVERTISEMENT

MLA હાર્દિક પટેલ ભક્તિના રંગમાં રંગાયા, જાણો ધાર્મિક કાર્યક્રમમાં શું કર્યું…
ધારાસભ્ય હાર્દિક પટેલ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. વિરમગામમાં જીત મેળવ્યા પછી તેઓ ગઈકાલે એક ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. અહીં તેમનો મંજીરા વગાડતો વીડિયો અત્યારે ઘણો વાઈરલ થઈ રહ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ વીડિયો વિરમગામ ગ્રામ્ય વિસ્તારનો છે. અહીં તેઓ સ્થાનિકો સાથે ભક્તિની ધૂન ગાતા નજરે પડી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT