ભાવનગરમાં બ્રાન્ડેડ કંપનીઓના ભળતા નામે ડુપ્લીકેટ એલડીઓ ઓઈલનું થતું હતું વેચાણ, પોલીસ પહોંચતા થયા આ હાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહેલ, ભાવનગર:  શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડુપ્લીકેટ ઓઈલ બનાવી વેચાણ કરતી ફેકટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સ્થળ પરથી પોલીસે ઓઈલનો જથ્થો તથા અન્ય માલ-મત્તા સહિત કુલ રૂ.2.26 લાખનો માલ કબ્જે કર્યો છે.  ફેકટરી સંચાલક સાંઢીયાવાડના શખ્સની બોરતાળવ પોલીસ સ્ટેશનનાં પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર-જિલ્લામાં ગેરકાયદે બાયો ડીઝલ -એલડીઓ સહિત અત્યંત જ્વલનશીલ પ્રવાહી ઈંધણોનુ સુ-આયોજિત નેટવર્ક થકી વેચાણ કરવામાં આવે છે. આ વેચાણને પગલે પર્યાવરણ પ્રદૂષિત થવા સાથોસાથ સરકારને પણ મોટી આર્થિક નુકશાની વેઠવી પડે છે. તો કોઈ વાર દેશની પ્રખ્યાત ઓઈલ બ્રાન્ડ કંપનીઓના ભળતા નામે ડુપ્લીકેટ એલડીઓ ઓઈલનું વેચાણ કરવામાં આવે છે. અને અવારનવાર આવા ગેરકાયદે ચાલતા ધંધાઓને પુરવઠા નિગમ તથા પોલીસ દ્વારા ઉજાગર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે આવો જ કંઈક બનાવ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ઉજાગર થયો છે.

બાતમીના આધારે કરી રેડ
સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ડી-ડિવિઝન પોલીસ મથકનો ડી-સ્ટાફ કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે એક શખ્સ દ્વારા અનઅધિકૃત રીતે ઓઈલ બનાવવાની ફેકટરી શરૂ કરી તૈયાર કરેલ ડુપ્લીકેટ ઓઈલનો જથ્થો વેચાણ કરે છે. જેના આધારે ટીમે કુંભારવાડા સર્કલમાં ગુજરાત મેડિકલની બાજુમાં આવેલ એકમમા રેડ કરી છે.  નકલી ઓઈલનો જથ્થો તથા પ્રોસેસિંગ મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.  સ્થળ પરથી આ પ્લોટના મહોમ્મદ શહેઝાદ નાયાણી ઉ.વ.29 રે.સાંઢીયાવાડ વાળાની ધડપકડ કરી    કુલ રૂપિયા બે લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT