જામનગરમાં પાયાની સુવિધાના અભાવે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો, લોકો કંટાળ્યા પણ નેતાઓ ફરક્તા નથી
દર્શન ઠક્કર, જામનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો , નેતાઓએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ઘરે ઘરે, શેરી…
ADVERTISEMENT
દર્શન ઠક્કર, જામનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો , નેતાઓએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ઘરે ઘરે, શેરી ગલીઓ માં ઉમેદવારો બે હાથ જોડી પ્રજા પાસે મત માંગી રહ્યા છે. એવામાં જામનગરના સ્વામિનારાયણ નગરમાં ચૂંટણી બહિષ્કાર ના બેનરો લાગતા રાજકીય પક્ષોના ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે. જોકે હજુ કોઈ નેતા આ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી.
એક તરફ ગુજરાતમાં ચૂંટણી નો માહોલ જામી ચૂક્યો છે ત્યારે બીજી તરફ જામનગર શહેરના સ્વામિનારાયણ નગર માં રોડ રસ્તા અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધા માટે ચૂંટણીનો બહિષ્કાર નાં બોર્ડ લગાડવામાં આવ્યાં છે. સ્વામિનારાયણ નગર વિસ્તારનાં લોકો સાથે વાતચીત કરતાં લોકો જણાવેલ કે, 1990 થી 100 ફૂટ નો ડીપી રોડ મંજૂર થયેલ છે અને ૪ વાર આ રોડ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલી હોવા છતાં અહિયાં રોડ રસ્તા બન્યા નથી.
સવારના બેનર લાગ્યા છતાં નેતાઓને ફરક્યા નથી
જામનગર જાડા વિસ્તાર માં આ વિસ્તાર સૌ પ્રથમ આ વિસ્તાર શહેરમાં ભેળવેલા ત્યાર બાદ મહાનગર પાલિકાની કોઇ રોડ, લાઈટ, અને પાણીની વ્યવસ્થા મળેલ નથી, મહાનગર પાલિકા, ધારાસભ્ય અને કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવ્યાં બાદ પણ નિરાકરણ થયેલ નથી, મહાનગર પાલિકાનાં તમામ વેરા વસૂલાત થતી હોવા છતાં અહીં પ્રાથમિક સુવિધા નાં મળતા અમે ચૂંટણી નો વિરોધ કરી છીએ, સવાર થી આ વિસ્તારમાં બેનર હોવા છતાં હજુ રાજકારણી લોકો ને પૂછવા આવેલ નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT