દારૂના નશામાં મેડિકલ ઓફિસર ભાન ભૂલ્યા, 181 અભયમના મહિલા કર્મચારીને ગાળો ભાંડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લી: રાજ્યમાં એક તરફ દારૂ બંધી છે. ત્યારે બીજી તરફ સરકારી કર્મચારીઓ જ દારૂબંધીના લીરે લીરા ઉડાવી રહ્યા છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લાના મોધરીમાં નશામાં ધૂત મેડિકલ ઓફિસરની દાદાગીરી સામે આવી છે. મેડિકલ ઓફિસરે 181 અભયમની મહિલા કર્મચારીને ગાળો ભાંડી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. આ ઘટનાને લઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

રાજ્યમાં દારૂબંધી છે ત્યારે બીજીતરફ સરકારી કર્મચારીઓ જ દારૂની રેલમછેલ કરી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોધરી ગામે મેડિકલ ઓફિસર નિલેશ રાવે મહિલાની પજવણી કરી  મહિલાની પજવણી કરે છે ની મહિલાને પજવણી કરી હતી ત્યારે આ મામલે મહિલાએ 181 અભયમની મદદ માંગી. મહિલાની મદદે પહોંચેલ અભયમની ટીમને નશામાં ધૂત મેડિકલ ઓફિસર નિલેશ રાવે ગાળો ભાંડી.

વિડીયો થયો વાયરલ
નશામાં ધૂત મેડિકલ ઓફિસર નિલેશ રાવની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં 181 અભયમની મહિલા કર્મચારીને ગાળો બોલી દાદાગીરી કરતો તેમજ   PSI ને પણ ગાળો મેડિકલ ઓફિસર દારૂના નશામાં ગાળો બોલતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: નર્મદા જયંતીની કરવામાં આવી ઉજવણી, ભક્તોએ 1100 ફૂટની સાડી કરી અર્પણ

મામલો પોલીસ મથકે પહોંચ્યો
આ સમગ્ર ઘટનાને લઈ મેડિકલ ઓફિસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અને આ મામલે પોલીસ તપાસ શરૂ થઈ ચૂકી છે. આ ઘટનાને લઈ અનેક સવાલો ઊભા થયા છે. મેડિકલ ઓફિસરને નથી કાયદાનું ભાન કે નથી કાયદાનો ડર. તો કઈ રીતે કામગીરી કરતાં હશે?  હવે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે ત્યારે જોવાનું રહ્યું આ મેડિકલ ઓફિસર સમક્ષ શું પગલાં લેવામાં આવે છે.

ADVERTISEMENT

વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા, અરવલ્લી 

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT